________________
તવાર્થ સૂત્ર અનશન, અવમૌદય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શસ્યાસન અને કાયફલેશ એ બાહ્ય તપ છે.
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ આત્યંતર તપ છે.
વાસનાઓને ક્ષીણ કરવા વાતે જોઈતું આધ્યાત્મિક બળ કેળવવા માટે શરીર, ઇન્દ્રિય અને મનને જે જે તાપણીમાં તપાવાય છે, તે તે બધુ “તપ” છે તપના બાહ્ય અને આવ્યંતર એવા બે ભેદ પાડેલા છે. જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે બાહ્ય દ્વવ્યની અપેક્ષાવાળું હેવાથી બીજાઓ વડે દેખી શકાય, તે બાહ્ય તપ; તેથી ઊલટું જેમાં માનસિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે મુખ્યપણે બાહ્ય દ્રવ્યની અપેક્ષા ન રાખતું હોવાથી બીજાઓ વડે પણ ન દેખી શકાય, તે આત્યંતર' તપ. બાહ્ય તપ એ સ્થૂળ અને લૌકિક જણવા છતાં તેનું મહત્ત્વ આત્યંતર તપની પુષ્ટિમાં ઉપગી થવાની દષ્ટિએ જ મનાયેલું છે. આ બાહ્ય અને આત્યંતર તપના વર્ગીકરણમાં સમગ્ર સ્થળ અને સૂક્ષ્મ ધાર્મિક નિયમને સમાવેશ થઈ જાય છે.
વાહ્ય તાઃ ૧. મર્યાદિત વખત માટે કે જીવનના અંત સુધી સર્વે પ્રકારના આહારનો ત્યાગ કરે, તે “અનશન, આમાં પહેલું ઇત્વરિક અને બીજું કાવત્કથિક સમજવું. ૨. પિતાની સુધા માગે તે કરતાં ઓછી આહાર લે, તે “અવમૌદર્ય-ઉદરી ૩. વિવિધ વસ્તુઓની લાલચને ટૂંકાવવી, તે “વૃત્તિસક્ષેપ'. ૪. ઘી-દૂધ આદિ તથા દારૂ,