________________
તરવાથસૂત્ર આલેચન, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એ નવ પ્રકાર પ્રાયશ્ચિત્તના છે.
દે–ભૂલનું શોધન કરવાના અનેક પ્રકારે છે, તે બધા પ્રાયશ્ચિત્ત' છે. એના અહી ટૂંકમાં નવ ભેદ આ પ્રમાણે છેઃ ૧. ગુરુ સમક્ષ નિખાલસભાવે પિતાની ભૂલ પ્રકટ કરવી, તે “આલોચન' ૨. થયેલ ભૂલનો અનુતાપ કરી તેથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા માટે સાવધાન થવું, તે
પ્રતિક્રમણ' ૩. ઉક્ત આલેચન અને પ્રતિક્રમણ બને સાથે કરવામાં આવે, ત્યારે “તદુભય –અર્થાત “મિશ્ર.” જ. ખાનપાન આદિ વસ્તુ જે અકલ્પનીય આવી જાય અને પછી માલૂમ પડે તે તેને ત્યાગ કરે, તે “વિવેક ૫. એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપાર છોડી દેવા, તે
બુત્સર્ગ. ૬. અનશન આદિ બાહ્ય તપ કરવું, તે “તપ” ૭. દેષ પ્રમાણે દિવસ, પક્ષ, ભાસ કે વર્ષની પ્રવજ્યા ઘટાડવી, તે “છેદ ૮. દેષપાત્ર વ્યક્તિને તેના દેશના પ્રમાણમાં પક્ષ, માસ આદિ પર્યત કોઈ જાતને સંસર્ગ રાખ્યા વિના જ દૂરથી પરિહરવી, તે “પરિહાર. ૯. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિ મહાવતેને ભંગ થવાને લીધે કરી પ્રથમથી જ જે મહાવ્રતોનું આરોપણ કરવું, તે“ઉપસ્થાપન' [૨]
૧. પરિહાર અને ઉપસ્થાપન એ બેની જગાએ મૂળ, અનવસ્થા, પારાચિક એ ત્રણ પ્રાયશ્ચિત્ત હોવાથી ઘણું ગ્રંથામાં દશ પ્રાયશ્ચિત્તોનું વર્ણન છે. આ પ્રત્યેક પ્રાયશ્ચિત્ત કયા કયા અને કેવી કેવી જાતના દેષને લાગુ પડે છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણ વ્યવહાર,
જતકલ્પસૂત્ર” આદિ પ્રાયશ્ચિત્તપ્રધાન ગ્રંથામાથી જાણી લેવું.