________________
અધ્યાય ૯- સૂત્ર ૮-૧૭ જિનમાં અગિયાર સંભવે છે. બાદરપરાયમાં બધા અર્થાત બાવીશે સંભવે છે.
જ્ઞાનાવરણરૂપ નિમિત્તથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ થાય છે.
દર્શનમાહ અને અંતરાયકર્મથી અનુક્રમે અદર્શન અને અલાભ પરીષહ થાય છે.
ચારિત્રહથી નગ્નત્ય, અરતિ, સ્ત્રી, નિષવા, આક્રોશ, યાચના અને સત્કારપુરસ્કાર પરીષહ થાય છે.
બાકીના બધા વેદનીથી થાય છે. * *
એક સાથે એક આત્મામાં એકથી માંડી ૧૯ સુધી પરીષહે વિકલ્પ સંભવે છે. *
સંવરના ઉપાય તરીકે પરીષહનું વર્ણન કરતા સૂત્રકારે જે પાંચ મુદ્દાઓનું નિરૂપણ કર્યું છે, તે આ છેઃ પરીષહનું લક્ષણ, તેમની સંખ્યા. અધિકારી પરત્વે તેમને વિભાગ, તેમનાં કારણોને નિર્દેશ, અને એક સાથે એક જીવમાં સંભવતા પરીષહની સંખ્યા. દરેક મુદ્દાને વિશેષ વિચાર નીચે પ્રમાણે છેઃ
રક્ષા સ્વીકારેલ ધર્મમાર્ગમાં ટકી રહેવા અને કર્મ બંધનેને ખંખેરી નાખવા માટે જે જે સ્થિતિ સમભાવપૂર્વક સહન કરવી ઘટે છે, તે પરીષહ કહેવાય છે. [૮]
સઉચા કે પરીષહ ટૂંકમા ઓછા અને લબાણથી વધારે પણ કલ્પી તેમજ ગણાવી શકાય; છતાં ત્યાગને વિકસાવવા જે ખાસ આવશ્યક છે, તે જ બાવીશ શાસ્ત્રમાં ગણાવેલા છે. તે આ પ્રમાણે