________________
અધ્યાય -સૂત્ર ? અને શરીર સુધીમાં આસક્તિ ન રાખવી એવી નિર્લોભતા, તે “શૌચ' ૫. પુરુષોને હિતકારી હોય એવું યથાર્થ વચન, તે “સત્ય”. ભાષાસમિતિ અને આ સત્ય વિષે થોડે તફાવત બતાવવામાં આવ્યું છેઅને તે એ કે, દરેક માણસ સાથેના સંભાષણવ્યવહારમાં વિવેક રાખવો તે ભાષાસમિતિ અને પિતાના સમશીલ સાધુ પુરૂષો સાથેના સંભાષણવ્યવહારમાં હિત, મિત અને યથાર્થ વચનને ઉપયોગ કરો, તે સત્યનામક યતિધર્મ. ૬. મન, વચન અને દેહનું નિયમન રાખવું અર્થાત વિચાર, વાણું અને ગતિ, સ્થિતિ આદિમા યતના કેળવવી, તે “યમ”. છ મલિત વૃત્તિઓને નિર્મળ કરવા માટે જોઈતું બળ કેળવવા કાજે જે આત્મદમન કરવામાં આવે છે, તે તપ.
૧ સ યમના સત્તર પ્રકાર પ્રસિદ્ધ છે, તે પણ જુદી જુદી રીતે * મળે છે. પાચ ઈદ્ધિને નિગ્રહ, પાચ અવ્રતને ત્યાગ, ચાર
કષાયનો જય અને મન, વચન અને કાયાની વિરતિ એ સત્તર; તેમજ પાચ સ્થાવર અને ચાર ત્રસ એ નવના વિષયમાં નવ સંચમ, પ્રેયસ ચમ, ઉપેશ્યસંયમ, અપત્યસયમ, પ્રસૃજયસંયમ, કાયસમ, વાસ યમ, મનસંયમ અને ઉપકરણસંયમ એ કુલ સત્તર
૨. આનું વિશેષ વર્ણન આ અધ્યાયના સૂત્ર ૧૯-રમે છે; એ ઉપરાંત અનેક તપસ્વીઓ દ્વારા જુદી જુદી રીતે આચરવામાં આવતા અનેક તપ જૈન પરંપરામાં પ્રસિદ્ધ છે; જેમકે, યવમધ્ય અને વજમધ્ય એ બે ચાદ્રાયણ; કનકાવલી, રત્નાવલી અને મુક્તાવલી એ ત્રણ ક્ષુલ્લક અને મહા એ બે સિ હવિક્રીડિત, સસસસમિકા, અણઅષ્ટમિકા, નવનવમિકા, દશદશમિકા એ ચાર પ્રતિમાઓ, શુદ્ધ અને મહા એ બે સર્વતોભદ્ર, ભકોત્તર આચાર્મ્સ, વર્ધમાન તેમજ આર ભિક્ષપ્રતિમા વગેરે આના વિશેષ વર્ણન માટે જુઓ આત્માનંદ સભાનું “શ્રીત પરત્નમહોદધિ”