________________
રપ૦
અધ્યાય - સૂત્ર ૩૪ સમયે થતે યોગ શુભ અને સંલેશની તીવ્રતાના સમયે થતું
ગ અશુભ કહેવાય છે. જેમ અશુભયોગના સમયે પ્રથમ આદિ ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીય આદિ બધી પુણ્ય-પાપ પ્રકૃતિએને યથાસંભવ બંધ હોય છે, તેમ જ છઠ્ઠા આદિ ગુણસ્થાનમાં શુભના સમયે પણ બધી પુણ્ય-પાપ પ્રકૃતિઓને યથાસંભવ બધ હોય છે જ. તે પછી શુભાગનું પુણ્યબંધના કારણરૂપે અને અશુભાગનું પાપબધના કારણરૂપે અલગ અલગ વિધાન કેવી રીતે સંગત થઈ શકશે? તેથી પ્રસ્તુત વિધાનને મુખ્યતયા અનુભાગબધની અપેક્ષાએ સમજવું જોઈએ. શુભયોગની તીવ્રતાના સમયે પુણ્ય પ્રકૃતિઓના અનુભાગ –રસ- ની માત્રા અધિક, અને પાપ પ્રકૃતિઓના અનુભાગની માત્રા હીન નિષ્પન્ન થાય છે, એનાથી ઊલટુ અશુભયોગની તીવ્રતાના સમયે પાપ પ્રકૃતિએને અનુભાગબંધ અધિક, અને પુણ્યપ્રકૃતિને અનુભાગ બધ અલ્પ હેય છે એમાં શુભયોગજન્ય પુણ્યાનુભાગની અધિક માત્રાનું અને અશુભયોગજન્ય પાપાનુભાગની અધિક માત્રાનું પ્રાધાન્ય માનીને સૂત્રમાં અનુક્રમે શુભયોગને પુણ્યનું અને અશુભાગને પાપનુ બધકારણ કહ્યો છે; શુભગજન્ય પાપાનુભાગની હીન માત્રા અને અશુભાગજન્ય પુણ્યાનુભાગની હીન માત્રા વિવક્ષિત નથી, કેમકે લોકની માફક શાસ્ત્રમાં પણ “પ્રધાનતાથી વ્યવહાર કરવાનો નિયમ પ્રસિદ્ધ છે. [૩-૪]
૧. રાષચેન શા મવત્તિ એ ન્યાય. જેમ, જ્યા બ્રાહ્મણની પ્રધાનતા હોય અથવા સંખ્યા અધિક હોય, એવું ગામ બીજા વર્ણના લો હોય તે પણ, બ્રાહ્મણનુ ગામ કહેવાય છે