________________
R
તત્વાર્થસૂત્ર પુણ્ય અને પાપ પ્રકૃતિઓને વિભાગઃ
सद्वेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम् ॥२६॥
સાતવેદનીય, સમ્યવહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુ, શુભ નામ, અને શુભ ગોત્ર એટલી પ્રકૃતિએ જ પુણ્યરૂપ છે, બાકીની બધી પાપરૂપ છે.
જે જે કર્મ બંધાય છે તે બધાને વિપાક માત્ર શુભ માત્ર અશુભ નથી હોત; પણ અધ્યવસાયરૂપ કારણની શુભાશુભતાને લીધે તે શુભાશુભ બંને પ્રકારને નિર્મિત
૧. દિગંબરીય પરંપરામાં આ એક સૂત્રને સ્થાને બે સૂત્રો છે, તે આ પ્રમાણેઃ “ શુમકુમળોત્રાળ પુખ્યમ ૨૫”
સતો જતપાપ ૨૬.” તેમાથી પહેલા સૂત્રમા સમ્યકત્વ, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ચાર પુણયપ્રકૃતિઓને અહીના જેવો ઉલ્લેખ નથી અને જે બીજું સૂત્ર છે તે તાંબરીય પરંપરામાં સૂત્ર ૩૫ ન હોતાં ભાષ્યવાક્યરૂપે છે.
વિવેચનમા ગણવેલી ૪ર પુચપ્રવૃતિઓ કર્મપ્રકૃતિ નવતત્વ” આદિ અનેક ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. દિગબરીય ગ્રંથોમાં પણ તે જ પ્રકૃતિઓ પુણ્યરૂપે પ્રસિદ્ધ છે. વેતાંબરીય પરંપરાના પ્રસ્તુત સૂત્રમા પુણ્યરૂપે નિર્દેશાયેલી સમ્યકત્વ, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ચાર પ્રકૃતિઓ બીજા ગ્રંથમાં પુણ્યરૂપે વર્ણવાયેલી નથી.
એ ચાર પ્રકૃતિઓને પુણ્યસ્વરૂપ માનનારે મતવિશેષ બહુ પ્રાચીન હોય તેમ લાગે છે, કારણ કે પ્રસ્તુ સૂત્રમાં મળતા તેના ઉલ્લેખ ઉપરાંત ભાષ્યવૃત્તિકારે પણ મતભેદ દર્શાવનારી કારિકાઓ આપી છે અને લખ્યું છે કે, એ મંતવ્યનું રહસ્ય સંપ્રદાયને વિચ્છેદ થવાથી અમે નથી જાણતા, ચૌદપૂર્વધરે જાણતા હશે.