________________
અહિયાય ૯ સૂત્ર ૪૫ હવે ગુપ્તિનું સ્વરૂપ કહે છે? सम्यग्योगनिग्रहो गुप्तिः । ४ । પ્રશસ્ત એ વેગોને નિગ્રહ તે ગુણિ.
કાયિક, વાચિક અને માનસિક ક્રિયા અર્થાત યેગને બધી જાતને નિગ્રહ એ ગુપ્તિ નથી; પણ જે નિગ્રહ પ્રશસ્ત હેય તે જ ગુપ્તિ હેઈ સંવરને ઉપાય બને છે. પ્રશસ્તનિગ્રહ એટલે જે નિગ્રહ સમજીને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવામાં આવ્યો હોય છે તે, અર્થાત બુદ્ધિ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન, કાયાને ઉન્માર્ગથી રાકવા અને સન્માર્ગે પ્રવર્તાવવાં તે. રોગના ટૂંકમાં ત્રણ ભેદ હેવાથી નિગ્રહરૂપ ગુપ્તિના પણ ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે”
૧. કાંઈ પણ ચીજ લેવામૂકવામા કે બેસવા-ઊઠવાફરવા આદિમા કર્તવ્ય અકર્તવ્યને વિવેક હોય તેવું શારીરિક વ્યાપારનું નિયમન કરવું, તે “કાયગુપ્તિ'. ૨ બેલવાના દરેક પ્રસગે કાતિ વચનનું નિયમન કરવું અને કાતે પ્રસંગ જોઈ મૌન રહેવું, એ “વચનગુપ્તિ.” ૩. દુષ્ટ સંકલ્પને તેમજ સારાનરસા મિશ્રિત સકલ્પને ત્યાગ કરો અને સારા સંકલ્પને સેવો, એ “મને ગુપ્તિ’. [૪]
હવે સમિતિના ભેદે કહે છે ईर्याभाषणादाननिक्षेपोत्सर्गाः समितयः ।।
સમ્યમ્ અર્થાત નિર્દોષ, ઈર્થ, સમ્યગૃભાષા, સમ્યગ્રએષણ, સમ્યગુઆદાનનિક્ષેપ અને સમ્યગુઉત્સર્ગ એ પાંચ સમિતિઓ છે.