________________
અધ્યાય ૮-સૂત્ર રક
૩૪૩ થાય છે. શુભ અધ્યવસાયથી નિર્મિત થયેલે વિપાક શુભ -ઇષ્ટ હેાય છે અને અશુભ અધ્યવસાયથી નિર્મિત થયેલો વિપાક અશુભ-અનિષ્ટ હોય છે. જે પરિણામમાં સલેશ જેટલા પ્રમાણમા એછે હેય તે પરિણામે તેટલા પ્રમાણમાં વધારે શુભ, અને જે પરિણામમાં સંક્ષેશ જેટલા પ્રમાણમાં વધારે હોય તે પરિણામે તેટલા પ્રમાણમાં વિશેષ અશુભ. કઈ પણ એક પરિણામ એ નથી કે જેને માત્ર શુભ કે માત્ર અશુભ કહી શકાય. દરેક પરિણામ શુભાશુભ ઉભયરૂપ હેવા છતાં તેમાં શુભત્વ કે અશુભત્વને જે વ્યવહાર થાય છે, તે ગૌમુખ્યભાવની અપેક્ષાએ સમજવો, તેથી જ જે શુભ પરિણામથી પુણ્ય પ્રવૃતિઓમાં શુભ અનુભાગ બધાય છે, તે જ પરિણામથી પાપ પ્રકૃતિઓમાં અશુભ અનુભાગ પણ બધાય છે; એથી ઊલટુ જે અશુભ પરિણામથી પાપ પ્રકૃતિએમાં અશુભ અનુભાગ બધાય છે, તે જ પરિણામથી પુણ્ય પ્રકૃતિઓમાં શુભ અનુભાગ પણ બધાય છે. તફાવત એટલે જ કે પ્રકૃષ્ટ શુભ પરિણામથી થતા શુભ અનુભાગ પ્રષ્ટિ હોય છે અને અશુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે; એ જ રીતે પ્રકૃષ્ટ અશુભ પરિણામથી બંધાતા અશુભ અનુભાગ પ્રકૃષ્ટ હોય છે, અને શુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે. - પુણા જારી કર પ્રકૃતિઓઃ સાતવેદનીય, મનુષ્પાયુષ, દેવાયુષ, તિર્યંચાયુષ, મનુષ્યગતિ, દેવગતિ, પચેડિયજાતિ;
દારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ એ પાચ શરીર; ઔદારિકાગપાંગ, ક્રિયાપાગ, આહારકાગપાંગ, સમચતુરસ્ત સસ્થાન, વજીર્ષભનારાચસંહનન, પ્રશસ્ત વર્ણ, રસ, ગધ, સ્પર્શ મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, અગુરુલઘુ, પરાઘાત, ઉસ,