________________
અધ્યાય ૭ - સૂત્ર ૧૯૩૨
૩૧૫ “હીનાધિકમાન્માન, ૫. અસલને બદલે બનાવટી વસ્તુ ચલાવવી, તે “પ્રતિરૂપક વ્યવહાર.” [૨૨]
હ્મસ્વર્ય વ્રતના અતિચારો: ૧. પિતાની સંતતિ ઉપરાંત કન્યાદાનના ફળની ઇચ્છાથી કે સ્નેહસબંધથી બીજાની સંતતિના વિવાહ કરી દેવા, તે “પરવિવાહ કરણ’ ૨. કોઈ બીજાએ અમુક વખત માટે વેશ્યા કે તેવી સાધારણ સ્ત્રીને સ્વીકારી હૈય, ત્યારે તે જ વખતમાં તે સ્ત્રીને ઉપભેગ કરો, તે “ઇતરપરિગ્રહીતાગમન,” ૩. વેશ્યા, પરદેશ ગયેલ ધણીવાળી સ્ત્રી કે અનાથ
સ્ત્રી જે અત્યારે કોઈ પુરુષના કબજામાં નથી, તેને ઉપભોગ કર, તે “અપરિગ્રહીતાગમન, ૪. અસ્વાભાવિક રીતે – સૃષ્ટિવિરુદ્ધ કામાસેવન, તે “અનંગક્રીડા,” ૫. વારંવાર ઉલ્લોપન કરી વિવિધ પ્રકારે કામક્રીડા કરવી, તે “તીવ્ર કામાભિલાષ.” [૨૩]
વતનો તિર. ૧. જે જમીન ખેતીવાડી લાયક હેાય તે “ક્ષેત્ર' અને રહેવા લાયક હોય તે “વાસ્તુ, એ બંનેનું પ્રમાણ નક્કી કર્યા પછી લોભવશ થઈ તેની મર્યાદાનું અતિક્રમણ કરવું, તે ક્ષેત્રવાસ્તુપ્રમાણતિક્રમ, ૨. ઘડાયેલ કે નહિ ઘડાયેલ રૂપુ અને સેનું એ બંનેનું વ્રત લેતી વખતે નક્કી કરેલું પ્રમાણ ઉલ્લંઘવું, તે હિરણ્યસુવર્ણપ્રમાણતિક્રમ ૩. ગાય, ભેંસ આદિ પશુરૂપ ધન અને ઘઉં, બાજરી આદિ ધાન્યનું સ્વીકારેલું પ્રમાણ ઉલ્લંધવું, તે “ધનધાન્ય પ્રમાણતિકમ,” ૪. નોકર ચાકર વગેરે કર્મચારીના પ્રમાણને અતિક્રમ કરે, તે દાસીદાસપ્રમાણતિક્રમ;' ૫. અનેક પ્રકારનાં વાસણ
૧. આ સંબંધી વધારે હકીકત માટે જુઓ આ જ માળામાં પ્રસિદ્ધ થયેલ “જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર” એ નિબંધ.