________________
• કાલાવતા મરચાઈ જીવન પર આ
અધ્યાય 9 - સૂત્ર ૩-૪
૩૧૯ રીતે દેય વસ્તુને સચેતન વસ્તુથી ઢાંકી દેવી, તે “સચિત્તપિધાન ૩. પિતાની દેય વસ્તુને “એ પારકાની છે” એમ કહી તેના દાનથી પિતાની જાતને માનપૂર્વક છૂટી કરી લેવી, તે
પરવ્યપદેશ ૪, દાન કરવા છતાં આદર ન રાખવો અગર બીજાના દાનગુણની અદેખાઈથી દાન કરવા પ્રેરાવું, તે “માત્સર્ય, ૫. કેઈને કાંઈ ન દેવું પડે એવા આશયથી ભિક્ષાને વખત ન હોય તે વખતે ખાઈ-પી લેવું, તે કાલાતિક્રમ.” [૩૧]
સંવના પ્રતના અતિચારો: ૧. પૂજા, સત્કાર આદિ વિભૂતિ જોઈ તેથી લલચાઈ જીવનને ચાહવું, તે છવિતાસંસાર ૨. સેવા, સત્કાર આદિ માટે કોઈને પાસે આવત ન જોઈ કંટાળાથી મરણને ચાહવું, તે મરણશંસા;' ૩. મિત્રે ઉપર કે મિત્રની પેઠે પુત્રાદિ ઉપર નેહબંધન રાખવું, તે મિત્રાનુરાગ;' ૪. અનુભવેલાં સુખે યાદ લાવી મનમાં તાજા કરવાં, તે “સુખાનુબંધ,” ૫. તપ કે ત્યાગને બદલે કઈ પણ જાતના ભેગરૂપે માગી લેવો, તે “નિદાનકરણ.'
ઉપર જે બધા અતિચારે કહ્યા છે, તે જે ઈરાદાપૂર્વક અને વક્રતાથી સેવવામાં આવે, તે તે વ્રતના ખંડનરૂપ હેઈ અનાચાર છે, અને જે ભૂલથી અસાવધાનપણે સેવાય, તો તે અતિચારરૂપ છે. [૩૨]
હવે દાનનું વર્ણન કરે છેઃ अनुग्रहार्थ स्वस्यातिसर्गों दानम् ।३३। विधिद्रव्यदातृपावविशेषात्तद्विशेषः । ३४।
અનુગ્રહ માટે પોતાની વસ્તુને ત્યાગ કરે તે દાન છે.
મિત્ર