________________
કર૪
તત્ત્વાર્થસૂત્ર હેતુઓના કથનની પરંપરા કોઈ પણ એક જ કર્મમાં સંભવતા ચાર અંશોના કારણનું પૃથક્કરણ કરવા માટે છે. પાંચ બંધહેતુની પરંપરાને આશય તે ચારની પરંપરા કરતાં
જુદો નથી જ, અને જે હોય તે તે એટલે જ છે કે, જિજ્ઞાસુ શિષ્યને બધહેતુ વિષે વિસ્તારથી જ્ઞાન કરાવવું.
, બહેતુઓની વ્યાખ્યા સિચ્ચાāઃ મિથ્યાત્વ એટલે મિથ્યાદર્શન, અર્થાત સમ્યદર્શનથી ઉલટું હોય છે. સમ્યગ્દર્શન એ વસ્તુનું તાત્વિક શ્રદ્ધાના હેવાથી, વિપરીત દર્શન બે પ્રકારનું ફલિત થાય છે. પહેલું, વસ્તુના યથાર્થ શ્રદ્ધાનો અભાવ, અને બીજું વસ્તુનું અયથાર્થ પ્રહાન. પહેલા અને બીજામાં ફેર એ છે કે, પહેલું તદ્દન મૂઢ દશામાં પણ હોય, જ્યારે બીજું તો વિચારદશામાં જ હોય. વિચારશક્તિને વિકાસ થયા છતાં જ્યારે અભિનિવેશથી કઈ એક જ દૃષ્ટિને વળગી રહેવામાં આવે છે, ત્યારે વિચારદશા હોવા છતાં અતત્ત્વના પક્ષપાતને લીધે એ દષ્ટિ મિથ્યાદર્શન કહેવાય છે. એ ઉપદેશજન્ય હેવાથી અભિગૃહીત કહેવાય છે. જ્યારે વિચારદશા જાગી ન હોય, ત્યારે અનાદિકાલીન આવરણના ભારને લીધે માત્ર મૂઢતા હોય છે. તે વખતે જેમ તત્ત્વનું પ્રદાન નથી, તેમ અતત્ત્વનું પણ શ્રદ્ધાન નથી; એ વખતે ફક્ત મૂઢતા હેઈ તત્વનું અશ્રદ્ધાન હોય છે. તે નૈસર્ગિક- ઉપદેશનિરપેક્ષ હેવાથી “અનભિગૃહીત' કહેવાય છે. દષ્ટિ કે પંથના એકાતિક બધા જ કદાગ્રહ અભિગૃહીત મિથ્યાદર્શન છે; તે મનુષ્ય જેવી વિકસિત જાતિમાં હોઈ શકે. અને બીજું અનભિગ્રહીત મિથ્યાદર્શન કીટ, પતંગ આદિ જેવી મૂછિત ચેતન્યવાળી જાતિઓમાં સંભવે.