________________
થવાની
ભાવનું નિ જે કાલ
અધ્યાય ૮- સૂત્ર ૪૫ મર્યાદા તેમા નિર્મિત થાય છે; એ મધુરતામાં તીવ્રતા, મંદતા આદિ વિશેષતાઓ આવે છે; અને એ દૂધનું પૌલિક પરિમાણ પણ સાથે જ નિમાય છે. તેમ જીવ દ્વારા ગ્રહણ થઈ તેના પ્રદેશમાં સંશ્લેષ પામેલા કર્મપુલમાં પણ ચાર અંશનું ‘નિર્માણ થાય છે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ.
૧. કર્મપુલેમાં જે જ્ઞાનને આગૃત કરવાને, દર્શનને અટકાવવાને, સુખદુઃખ અનુભવાવવા વગેરે સ્વભાવ બધાય છે, તે સ્વભાવનિમીણ એ “પ્રકૃતિબધ.” ૨. સ્વભાવ બધાવા સાથે જ તે સ્વભાવથી અમુક વખત સુધી ચુત ન થવાની મર્યાદા પુદ્રામાં નિમિત થાય છે, તે કાલમર્યાદાનું નિર્માણ તે સ્થિતિબંધ” ૩. સ્વભાવનું નિર્માણ થવા સાથે જ તેમાં તીવ્રતા, મદતા આદિપણે ફલાનુભવ કરાવનારી વિશેષતાઓ બંધાય છે, એવી વિશેષતા એ જ “અનુભાવબંધ.' ૪ ગ્રહણ કરાઈ ભિન્નભિન્ન સ્વભાવમાં પરિણામ પામતા કર્મપુલરાશિ સ્વભાવદીઠ અમુક અમુક પરિમાણમા વહેચાઈ જાય છે, એ પરિમાણવિભાગ તે “પ્રદેશબ '
બંધના આ ચાર પ્રકારમાં પહેલો અને છેલ્લો પેગને આભારી છે; કારણ કે યોગના તરતમભાવ ઉપર જ પ્રકૃતિ અને પ્રદેશબધને તરતમભાવ અવલખિત છે. બીજો અને ત્રીજે પ્રકાર કષાયને આભારી છે; કારણ કે કષાયની તીવ્રતા, મંદતા ઉપર જ સ્થિતિ અને અનુભાવબંધની અધિકતા કે અલ્પતા અવલંબિત છે. [૪]
હવે મૂલપ્રકૃતિના ભેદને નામનિર્દેશ કરે છે?
आधो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनामगोधान्तरायाः ।।