________________
અધ્યાય ૮- સૂત્ર ૧૪ ૩૭૧ ગતિ, જાતિ, શરીર, અંગે પાંગનિમણ, બંધન, સંઘાત, સંસ્થાન, સંહનન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આનુપૂવી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉત, ઉરસ, વિહાગતિ, અને પ્રતિપક્ષ સહિત અર્થાત સાધારણ અને પ્રત્યેક, સ્થાવર અને ત્રસ, દુર્ભગ અને સુભગ, દુઃસ્વર અને સુસ્વર, અશુભ અને શુભ, બાદર અને સૂક્ષમ, અપર્યાપ્ત અને પર્યાપ્ત, અસ્થિર અને સ્થિર, અનાદેય અને આદેય, અયશ અને યશ તેમજ તીર્થકરપણું એ બેંતાલીશ પ્રકારનું નામક છે.
ઉચ્ચ અને નચ એ બે પ્રકાર ગાત્રના છે. દાન વગેરેના પાંચ અંતરા છે.
ज्ञानावरणकमनी पाच अने दर्शनावरणनी नव प्रकृतिओ. १. મતિ, સુત આદિ પાચ જ્ઞાને અને ચક્ષુર્દર્શન આદિ ચાર દર્શનેનું વર્ણન થઈ ગયુ છે; તે દરેકને આવૃત કરનાર સ્વભાવવાળાં કર્મો અનુક્રમે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન પર્યાયજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ એ પાચ જ્ઞાનાવરણ; અને ચક્ષુર્દશનાવરણ, અચક્ષુન્દર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવલદર્શનાવરણ એ ચાર દર્શનાવરણ છે. ઉક્ત ચાર ઉપરાંત બીજા પાચ દર્શનાવરણે છે, તે નીચે પ્રમાણેઃ ૧. જે કર્મના ઉદયથી સુખપૂર્વક જાગી શકાય એવી નિદ્રા આવે, તે “નિદ્વાદનીય દર્શનાવરણ. ૨. જેના ઉધ્યથી નિદ્રામાંથી જાગવુ વધારે મુશ્કેલ બને, તે “નિદ્રાનિદાદનીય
૧ જુએ અ ૧ સૂ ૯ થી ૩૩ અને અ, ૨ સૂ ૯