________________
અધ્યાય - સૂત્ર ૧૯૩૨
૩૧૩ નિયમની પુષ્ટિ ખાતર જ લેવામાં આવે છે. દરેક વ્રત અને શીલના પાચ પાંચ અતિચાર ગણવવામાં આવ્યા છે તે મધ્યમ દષ્ટિએ સમજવું; સંક્ષેપ દષ્ટિએ તે એથી એક પણ કલ્પી શકાય અને વિસ્તાર દૃષ્ટિએ પાંચથી વધારે પણ વર્ણવી શકાય.
ચારિત્ર એટલે રાગદ્વેષ આદિ વિકારેને અભાવ સાધી સમભાવ કેળવો તે. ચારિત્રનું આવું મૂળ સ્વરૂપ સિદ્ધ કરવા માટે અહિંસા, સત્ય આદિ જે જે નિયમો વ્યાવહારિક જીવનમાં સ્વીકારવામાં આવે છે, તે બધાયે ચારિત્ર જ કહેવાય છે. વ્યાવહારિક જીવન દેશ, કાળ આદિની પરિસ્થિતિ અને મનુષ્યબુદ્ધિની સંસ્કારિતા પ્રમાણે ઘડાતું હોવાથી, એ એ પરિસ્થિતિ અને સંસ્કારિતામાં ફેર પડતાં જીવનધોરણમાં પણ ફેર પડે છે અને તેથી ચારિત્રનું મૂળ સ્વરૂપ એક જ હેવા છતાં તેના પિષક તરીકે સ્વીકારાતા નિયમેની સ ખ્યા અને સ્વરૂપમાં ફેરફાર થવો અનિવાર્ય છે; એ જ કારણથી શ્રાવકનાં વ્રત-નિયમો પણ શાસ્ત્રમાં અનેક રીતે ભેદ પામેલાં દેખાય છે, અને ભવિષ્યમાં પણ ફેરફાર પામવાના; તેમ છતાં અહી તો ગ્રંથકારે શ્રાવકધર્મના તેર જ ભાગ કલ્પી, તે દરેકના અતિચારનું કથન કરેલું છે. તે અનુક્રમે નીચે પ્રમાણે
હિંસા ના અતિરઃ ૧. કઈ પણ પ્રાણીને તેના ઈષ્ટ સ્થળમા જતાં અટકાવવું અને બાંધવું, તે “બધ; ૨. પરેણું, ચાબખા આદિ વડે ફટકા મારવા, તે વધ'; ૩. કાન, નાક, ચામડી આદિ અવયને ભેદવા કે છેદવા, તે “છવિચ્છેદ', ૪. મનુષ્ય કે પશુ આદિ ઉપર તેના ગજા કરતાં વધારે ભાર લાદવો, તે “અતિભારનું આરોપણ'; ૫.