________________
૩૧૨
તત્ત્વાર્થસૂત્ર કાયદુણિધાન, વચનદુષ્પણિધાન, મનેદુપ્પણિધાન, અનાદર, અને સ્મૃતિનું અનુપસ્થાપન એ પાંચ અતિચારે સામાયિક વ્રતના છે.
અપ્રત્યક્ષિત અને અપ્રમાજિતમાં ઉત્સર્ગ, અપ્રત્યેક્ષિત અને અપ્રમાર્જિતમાં આદાનનિક્ષેપ, અપ્રચક્ષિત અને અપ્રમાર્જિત સંસ્તારને ઉપકમ, અનાદર, અને સ્મૃતિનું અનુપસ્થાન એ પાંચ અતિચાર પૌષધવ્રતના છે.
સચિત્ત આહાર, સચિત્તસંબદ્ધ આહાર, સચિસંમિશ્ર આહાર, અભિષવ આહાર, અને દુષ્પકવ આહાર એ અતિચાર ગોપાગવતના છે.
સચિત્તમાં નિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય, અને કાલાતિકમ એ પાંચ અતિચાર અતિથિસંવિભાગ દ્વતના છે.
જીવિતાસા, મરણશંસા, મિત્રાનુરાગ, સુખાનુબંધ, અને નિદાનકરણે એ મારણાંતિક સંલેખનાના પાંચ અતિચારે છે.
જે નિયમ શ્રદ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાં આવે, તે “વ્રત' કહેવાય છે. વ્રત શબ્દના આ અર્થ પ્રમાણે શ્રાવકનાં બારે વ્રત વ્રત શબ્દમાં આવી જાય છે; છતાં અહીં વ્રત અને શલ એ બે શબ્દ વાપરી એમ સૂચવવામાં આવ્યું છે કે, ચારિત્રધર્મના મૂળ નિયમે અહિંસા, સત્ય આદિ પાંચ છે અને દિગ્વિરમણ આદિ બાકીના નિયમે તે એ મૂળ