________________
અધ્યાય - સૂત્ર ૧૭
૩૦૫ પિતે નક્કી કરેલી ગૃહસ્થપણાની મર્યાદા સચવાય તેથી વધારે હિંસાને ત્યાગ કરે, એ “અહિંસાઅણુવ્રત.' ૨–૫. એ જ રીતે અસત્ય, ચેરી, કામાચાર અને પરિગ્રહને પિતાની પરિસ્થિતિ પ્રમાણે મયૉદિત ત્યાગ કરે, તે અનુક્રમે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અણુવ્રત છે.
ત્રણ ગુણવ્રતો: ૬. પિતાની ત્યાગવૃત્તિ પ્રમાણે પૂર્વ પશ્ચિમ આદિ બધી દિશાઓનું પરિમાણ નક્કી કરી, તે બહાર દરેક પ્રકારના અધર્મકાર્યથી નિવૃત્તિ લેવી, તે “દિગ્વિરતિવ્રત.” ૭. દિશા હમેશને માટે ઠરાવી મૂકેલ હોય છતાં તેના પરિભાણની મર્યાદામાંથી પણ વખતે વખતે પ્રજન પ્રમાણે ક્ષેત્રનું પરિમાણ નક્કી કરી, તેની બહાર દરેક પ્રકારના અધર્મ કાર્યથી નિવૃત્તિ લેવી, તે “દેશવિરતિવ્રત. ૮. પિતાના ભેગરૂપ પ્રયોજન માટે થતા અધર્મ વ્યાપાર સિવાય બાકીના બધા અધર્મવ્યાપારથી નિવૃત્તિ લેવી, અથત નિરર્થક કઈ પ્રવૃત્તિ ન કરવી, તે “અનર્થદંડવિરતિવ્રત.
શિક્ષાત્રત: ૮. કાળને અભિગ્રહ લઈ અર્થાત અમુક વખત સુધી અધમ પ્રવૃત્તિને ત્યાગ કરી, ધર્મપ્રવૃત્તિમાં સ્થિર થવાનો અભ્યાસ કરવો, તે “સામાયિકવત.” ૧૦. • આઠમ, ચૌદશ, પૂનમ કે બીજી હરકઈ તિથિએ ઉપવાસ
સ્વીકારી, બધી વરણાગીને ત્યાગ કરી, ધર્મજાગરણમાં તત્પર રહેવું, તે “પૌષધોપવાસવત. ૧૧. જેમાં બહુ જ અધર્મનો સંભવ હોય તેવાં ખાનપાન, ઘરેણાં, કપડાં, વાસણફૂસણ વગેરેને ત્યાગ કરી, એ છો અધર્મવાળી વસ્તુઓનું પણ ભેગ માટે પરિમાણ બાંધવું, તે “ઉપભોગપરિભેગપરિમાણવત.” ૧૨. ન્યાયથી પેદા કરેલ અને છતાં ખપે તેવી જ ખાનપાનાદિ ર ૨૦