________________
અધ્યાય ૭- સૂત્ર ૧૭
૩૦૭, માનવાની પ્રથા હતી અને ચાલુ છે, તેમાં અને લેખનાની પ્રથામાં શો ફેર?
ઉ–પ્રાણુનાશની સ્થલ દષ્ટિએ એ બધુ સરખું જ છે, ફેર હોય તે તે તેની પાછળની ભાવનામાં જ હોઈ શકે, કમળપૂજા વગેરેની પાછળ કોઈ ભૌતિક આશા કે બીજું પ્રલોભન ન હોય અને માત્ર ભક્તિને આવેશ કે અર્પણની વૃત્તિ હોય, તે એવી સ્થિતિમાં અને તેવા જ આવેશ કે પ્રલોભન વિનાની સખનાની સ્થિતિમાં તફાવત છે તે જુદા જુદા તત્વજ્ઞાન ઉપર બંધાયેલી જુદી જુદી ઉપાસનાની ભાવનાને છે. જૈન ઉપાસનાનું ધ્યેય તેના તત્વજ્ઞાન પ્રમાણે પરાર્પણ કે પરપ્રસન્નતા નથી, પણ આત્મશોધન માત્ર છે. જૂના વખતથી ચાલી આવતી ધમ્ય પ્રાણુનાશની વિવિધ પ્રથાઓનું એ જ ધ્યેયની દષ્ટિએ સંશોધિતરૂપ સંખનાવત રૂપે જૈનસંપ્રદાયમાં અસ્તિત્વ ધરાવે છે; આ જ કારણને લીધે સલેખનાતનું વિધાન ખાસ સંયોગમાં કરવામાં આવ્યું છે.
જ્યારે જીવનના અંત ખાતરીથી નજીક દેખાય, ધર્મ અને આવશ્યક કર્તવ્યોને નાશ આવી પડે, તેમ જ કોઈ પણ જાતનું દુર્ભાન ન હોય, ત્યારે જ એ વ્રત વિધેય માનવામાં આવ્યુ છે. [૧૫–૧૭]
હવે સમ્યગદર્શનના અતિચારે કહે છેઃ
शङ्काकाक्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः । १८ ।
શંકા, કક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિપ્રશંસા અને અન્યદષ્ટિસંસ્તવ એ સમ્યગદર્શનના પાંચ અતિચારે છે.