________________
તરવાથ સુત્ર રોગ્ય વસ્તુઓનું ઉભય પક્ષને લાભ થાય એવી રીતે શુદ્ધ ભક્તિભાવપૂર્વક સુપાત્રને દાન કરવું, તે “અતિથિસંવિભાગવત.”
કષાયને અંત આણવા માટે તેમને નભવાનાં અને તેમની પુષ્ટિનાં કારણે ઘટાડવાપૂર્વક તેમને પાતળા કરવા તે લેખના.' આ લેખનાનું વ્રત ચાલુ શરીરને અંત આવે ત્યાં સુધી લેવાતું હોવાથી, તે “મારણાંતિક સંખના' કહેવાય છે. એવું લેખનાવત ગૃહસ્થ પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારી, તેને સંપૂર્ણ પાળે છે, તેથી જ ગૃહસ્થને એ વ્રતના આરાધક કહ્યા છે.
પ્ર–સલેખનાગ્રત લેનાર અનશન આદિ દ્વારા શરીરને અંત આણે, એ તે આત્મવધ થયે અને આત્મવધ એ સ્વહિંસા જ છે, તે પછી એને વ્રત તરીકે ત્યાગધર્મમાં સ્થાન આપવું કેવી રીતે ચગ્ય ગણાય?
ઉ–દેખીતું દુખ હોય કે દેખીતે પ્રાણુનાશ હેય તેટલા માત્રથી તે હિંસાની કટિમાં નથી આવતાં. યથાર્થ હિંસાનું સ્વરૂપ રાગ, દ્વેષ અને મોહની વૃત્તિથી ઘડાય છે, સલેખનાવતમાં પ્રાણુનો નાશ છે ખરે, પણ તે રાગ, દ્વેષ કે મેહથી ન થતો હોવાને લીધે હિંસાકટિમાં આવતા નથી; ઊલટું નિર્મોહપણુ અને વીતરાગપણે કેળવવાની ભાવનામાંથી એ વ્રત જન્મે છે અને એ ભાવનાની સિદ્ધિના પ્રયત્નને લીધે જ એ વ્રત પૂર્ણ થાય છે, તેથી તે હિંસા નહિ પણ શુભ ધ્યાન કે શુદ્ધ ધ્યાનની કોટિમાં મૂકવા લાયક હોઈ, ત્યાગધર્મમાં સ્થાન પામ્યુ છે.
પ્ર–કમળપૂજ, ભૈરવજપ, જળસમાધિ વગેરે અનેક . રીતે જૈનેતર પથામાં પ્રાણુનાશ કરવાની અને તેને ધર્મ