________________
૨૦
તત્ત્વાર્થસૂત્ર આધકરણ આદિની વિશેષતાનું કથન સત્રમાં કર્યું છે; તથાપિ કર્મબંધની વિશેષતાનું ખાસ નિમિત કાપાયિક પરિણામને તીવ્ર-મંદ-ભાવ જ છે. જ્ઞાન પ્રવૃત્તિ. અજ્ઞાન પ્રવૃત્તિ, અને શક્તિની વિશેષતાને કર્મબંધની વિશેષતાનું કારણ કહ્યું છે, તે પણ કાપાયિક પરિણામની વિશેષતા દ્વારા જ. આ રીતે કર્મબંધની વિશેષતામાં શસ્ત્રની વિશેષતાના નિમિત્તભાવનું કથન પણ કાપાયિક પરિણામની તીવ્રમંદતા દ્વારા જ સમજવું જોઈએ. [૭]
હવે અધિકરણના બે ભેદ કહે છે? अधिकरणं जीवाजीवाः । ८।
आद्यं संरम्भसमारम्भारम्भयोगकृतकारितानुमतकषायविशेषैखिचिनिश्चतुश्चैकशः ।९।
निर्वर्तनानिक्षेपसंयोगनिसर्गा द्विचतुर्वित्रिभेदाः
અધિકરણ, જીવ અને અજીવ રૂ૫ છે.
આદ્ય – પહેલું જીવરૂપ અધિકરણ ક્રમશઃ સંરંભ, સમારંભ અને આરંભ ભેદથી ત્રણ પ્રકારનું ચાગભેદથી ત્રણ પ્રકારનું કૃત, કારિત અને અનુમતભેદથી ત્રણ પ્રકારનું, તથા કષાયભેદથી ચાર પ્રકારનું છે.
પર અથત અછવાધિકરણ અનુક્રમે બે ભેદ, ચાર ભેદ, બે ભેદ અને ત્રણ ભેદવાળા નિવના, નિક્ષેપ, સચોગ અને નિસગ રૂપ છે.