________________
૨૦૨ ૬ વાર્થસૂત્ર અગા એ ઘર જેને ઘર સાથે સંબંધ હોય તે “અરી. અમારી એટલે ગૃહસ્થ. જેને ઘર સાથે સંબંધ ન હોય તે “અનગાર' એટલે ત્યાગી-મુનિ. જો કે અમારી અને અનગાર એ બે શબ્દને સીધો અર્થ ઘરમાં વસવું કે ન વસવું એટલે જ છે છતાં, અહીં તેને તાત્પયર્થ લેવાને છે, અને તે એ કે જે વિષયતૃષ્ણ ધરાવતા હોય તે અગારી, અને જે વિષયતૃઋણથી મુક્ત થયા હોય તે અનગાર. આ તાત્પર્યાથે લેવાથી ફલિત અર્થ એ નીકળે છે કે, કઈ ઘરમાં વસવા છતાં વિષયતૃષ્ણાથી મુક્ત હોય, તે તે અનગાર જ છે, અને કોઈ ઘર છેડી જંગલમાં જઈ વસવા છતાં વિષયતૃષ્ણાથી મુક્ત ન હોય, તો તે અમારી જ છે. અગારીપણા અને અનગારીપણુની સાચી તેમ જ મુખ્ય કસટી એ એક જ છે, અને તેને આધારે જ અહીં વ્રતીના બે ભેદ પાડવામાં આવ્યા છે,
પ્રહ–જે વિષયતૃષ્ણ હોવાને લીધે અગારી હોય, તેને પછી વતી કેમ કહી શકાય?
ઉ–સ્કૂલ દષ્ટિથી. જેમ માણસ પિતાના ઘર આદિ કેઈ નિયત સ્થાનમાં જ રહેતો હોય છે અને છતાં તે અમુક શહેરમાં રહે છે એવો વ્યવહાર અપેક્ષાવિશેષથી કરવામાં આવે છે, તેમ વિષયતૃષ્ણા છતાં અલ્પાશે વ્રતનો સંબંધ હોવાને લીધે તેને વ્રતી પણ કહી શકાય છે. [૧૪]
અગારી વ્રતીનું વર્ણન કરે છેઃ Gujત્રતોમાર ! ૬૬..
दिग्देशानर्थदण्डविरतिसामायिकपौषधोपवासोपभोगपरिभोगपरिमाणातिथिसंविभागवतसम्पन्नश्च । १६ ।