________________
૩૦e
તરવાર્થસૂત્ર રાગ, દ્વેષ આદિ ત્યાગ ઉપદેશવાને હેય ત્યારે તેથી થતી પ્રવૃત્તિઓ સમજાવીને જ તે પ્રવૃત્તિઓ અને તેના પ્રેરક રાગદ્વેષાદિને ત્યાગ કરવાનું કહી શકાય. સ્થૂળ દષ્ટિવાળા
કે માટે બીજો ક્રમ શક્ય નથી. રાગદ્વેપથી થતી અસંખ્ય પ્રવૃત્તિઓ પૈકી હિંસા, અસત્ય આદિ મુખ્ય છે. અને તે જ પ્રવૃત્તિઓ મુખ્યપણે આધ્યાત્મિક કે લૌકિક જીવનને કોતરી ખાય છે, તેથી એ હિંસા વગેરે પ્રવૃત્તિઓને પાંચ વિભાગમાં ગઠવી પાંચ દેષો વર્ણવવામાં આવ્યા છે. દોષની આ સંખ્યામાં વખતેવખતે અને દેશભેદે ફેરફાર થતો રહ્યો છે અને થતો રહેવાનો; છતાં સંખ્યાના અને સ્થૂલ નામના મેહમાં પડ્યા વિના એટલું જ મુખ્યપણે સમજી લેવું જોઈએ કે તે દ્વારા રાગ, દ્વેષ અને મેહરૂપ દેપને ત્યાગ જ કરવાનું સૂચન કરાયેલું છે. આ જ કારણને લીધે હિંસા આદિ પાંચ દેશમાં કયા દેષ પ્રધાન કે ક ગૌણ, ક પહેલાં ત્યાગ કરવા લાયક છે કે કયો પછી ત્યાગ કરવા લાયક છે એ સવાલ જ નથી રહેતો. હિંસાદેષની વિશાળ વ્યાખ્યામાં બાકીના બધા દેશે સમાઈ જાય. આ જ કારણને લીધે અહિંસાને મુખ્ય ધર્મ માનનાર, હિંસાદેષમાં અસત્યાદિ બધા દેને સમાવી માત્ર હિંસાના જ ત્યાગમાં બધા દેને ત્યાગ જુએ છે અને સત્યને પરમ ધર્મ માનનાર, અસત્યમાં બાકીના બધા દેશે ઘટાવી માત્ર અસત્યના ત્યાગમાં બધા દેને ત્યાગ જુએ છે. એ રીતે સંતેજ, બ્રહ્મચર્ય આદિને મુખ્ય ધર્મ માનનાર પણ કરે છે. [૨] હવે ખરા વતી બનવાની પ્રાથમિક લાયકાત કહે છેઃ
નિફર ઘર્તા 1 રૂા.