________________
૨૮૩
તરવાથસૂત્ર સ્થાન મેળવી લીધુ હોય, અને તે સ્થાનને ઉપયોગ કરવાને પ્રસંગ આવે, તે તે સાધમિક પાસેથી જ તે સ્થાન માગી લેવું, તે “સાધર્મિક પાસેથી અવગ્રહયાચન. વિધિપૂર્વક અન્નપાનાદિ મેળવ્યા પછી ગુરુને બતાવી તેમની અનુજ્ઞા મેળવીને જ તેને ઉપયોગ કરે, તે અનુજ્ઞાપિતપાનભેજન'
૪. બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રીએ પોતાની વિજાતીય વ્યક્તિ દ્વારા લેવાયેલ શયન કે આસનને ત્યાગ કરો, તે “સ્ત્રીપશુપંડકસેવિતશયનાસનવજીની. બ્રહ્મચારીએ કામવર્ધક વાત ન કરવી, તે “રાગસંયુક્ત સ્ત્રીકથાવર્જન.” બ્રહ્મચારીએ પિતાનાથી વિજાતીય વ્યક્તિનાં કામોદ્દીપક અંગે ન જેવાં, તે મનહરેન્દ્રિયાલકવર્જન'. બ્રહ્મચર્ય સ્વીકાર્યા પહેલાં જે ભોગે ભોગવ્યા હોય તેમનુ સ્મરણ ન કરવું, તે “પ્રથમના રતિવિલાસના સ્મરણનું વજન.' કામોદ્દીપક રસવાળાં ખાણું પીણું ત્યજવાં, તે પ્રણીતરસભેજનવર્જન'
૫. રાગ પેદા કરે તેવાં સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં ન લલચાવું, અને દ્વેષ કરે એવામાં ગુસ્સે ન થવું, તે અનુક્રમે, “મનેઝામનેzસ્પર્શસમભાવ', “મને જ્ઞામgરસસમભાવ આદિ પાંચ ભાવનાઓ છે.
જૈન ધર્મ ત્યાગલક્ષી હોવાને કારણે જૈન સંધમાં મહાવ્રતધારી સાધુનું સ્થાન પહેલું છે. તેથી મહાવ્રતને ઉદેશને જ સાધુધર્મ પ્રમાણે અહીં ભાવનાઓ વર્ણવવામાં
આવી છે; છતાં વ્રતધારી પોતાની ભૂમિકા પ્રમાણે સંકોચ, વિસ્તાર કરી શકે એવી તે છે; તેથી દેશકાળની પરિસ્થિતિ અને આંતરિક ગ્યતા ધ્યાનમાં રાખી ભાત્ર વતની