________________
તવાથસૂત્ર પણ ચિત્તને ખરે દેશ જે સ્થૂલ જીવનની તૃષ્ણા અને તેથી ઉત્પન્ન થતા જે બીજા રાગદેષાદિ દે, તેમને ઘટાડવા સતત પ્રયત્ન કર.
પ્ર–ઉપર જે હિંસાનુ દેષપણું કહ્યું તેને શો અર્થ?
ઉ–જેથી ચિત્તની કમળતા ઘટી કરતા વધે અને સ્થલ જીવનની તૃષ્ણ લંબાય, તે જ હિંસાનું દેવપણું છે અને જેથી ઉક્ત કરતા ન વધે તેમજ સહજ પ્રેમાળવૃત્તિ અને અંતર્મુખ જીવનમાં જરા પણ ખલેલ ન પહોંચે, તે જ હિંસા દેખાવા છતાં તેનું અપપણું છે. [] હવે અસત્યનું સ્વરૂપ કહે છે:
___ असदभिधानमनृतम् । ९। અસત્ કહેવું તે અમૃત-અસત્ય.
જો કે સૂત્રમાં અસકથનને અસત્ય કહેવામાં આવ્યું છે; છતાં તેને ભાવ વિશાળ હૈઈ તેમાં અસતચિંતન, અસઆચરણ એ બધાને સમાવેશ થાય છે, તેથી જ અમત ચિતવવું, અસત બોલવું અને અસત આચરવું તે બધું જ અસત્ય દેષમાં આવી જાય છે. જેમ હિંસાની વ્યાખ્યામાં તેમ અસત્યની અને અદત્તાદાનાદિ બાકીના દેની વ્યાખ્યામાં પણ પ્રમત્તયોગ એ વિશેષણ સમજી જ લેવું જોઈએ, તેથી પ્રમત્તયોગપૂર્વક જે અસતકથન તે અસત્ય, એવો અસત્યદેષને ફલિત અર્થ થાય છે.
૧. અબ્રહ્મમાં “પ્રમોગ” વિશેષણ ન લગાડવું; કારણ કે એ દેશ અપ્રમતદિશામાં સંભવી જ નથી શકતા. આમ છે માટે જ બ્રહ્મચર્યને નિરપવાદ કહેલું છે. વિશેષ ખુલાસા માટે જુઓ આ માળામાં પ્રસિદ્ધ થયેલ જૈનદષ્ટિએ બ્રહ્મચર્ય' નામને નિબંધ.