________________
અધ્યાય છ-સૂત્ર ૮
૧૯૫
હિંસાની વ્યાખ્યામાં પ્રાણુનાશને સ્થાન આપવાનું શું કારણ ? ઉ॰—પ્રમત્તયાગ એ જ તાત્ત્વિક રીતે હિંસા છે; છતાં સમુદાયમાં તેના ત્યાગ એકાએક અને મોટે ભાગે શક્ય નથી. તેથી ઊલટું માત્ર પ્રાણવધ એ સ્થૂલ હેાવા છતાં તેના ત્યાગ સામુદાયિક જીવનની સ્વસ્થતા માટે ઈષ્ટ છે; અને પ્રમાણમાં માટે ભાગે શકય પણ છે, પ્રમત્તયેાગ છૂટથો ન હેાય છતાં સ્થૂલ પ્રાણુનાશવૃત્તિ એછી થઈ જાય તેાયે ધણીવાર સામુદાયિક જીવનમાં સુખશાતિ વર્તે છે. અહિંસાના વિકાસક્રમ પ્રમાણે પણ પ્રથમ સ્થૂલનાશના ત્યાગ અને ધીરે ધીરે પ્રમત્તયેાગના ત્યાગ સમુદાયમાં સંભવિત અને છે. તેથી આધ્યાત્મિક વિકાસના સાધક તરીકે પ્રમત્તયેાગરૂપ હિંસાને જ ત્યાગ ધૃષ્ટ હાવા છતાં સામુદાયિક જીવનની દૃષ્ટિએ હિંસાના સ્વરૂપમાં સ્થૂલ પ્રાણુનાશને સ્થાન આપી તેના ત્યાગને પણ અહિંસાકાટિમા મૂકવામાં આવ્યા છે.
પ્ર—શાસ્ત્રકારે જેને હિંસા કહી છે, તેથી નિવૃત્ત થવું એ અહિંસા, એ સમજાયુ, પણ એ જણાવા કે આવી અહિંસાનું વ્રત લેનારને જીવન ઘડવા માટે કઈ કઈ કો ઊભી થાય છે?
ઉ—૧, જીવન સાદું કરતા જવુ અને તેની જરૂરિયાત એછી તે આછી જ કરતા જવી. ૨. માનુષી વૃત્તિમાં અનાનને ગમે તેટલું સ્થાન હોય છતાં જ્ઞાનનુ પણ પુરુષા પ્રમાણે સ્થાન હેાવાથી, દર ક્ષણે સાવધાન રહેવું અને કાંય ભૂલ ન થાય એ માટે ધ્યાન રાખવું; તેમ જ ભૂલ થઈ જાય તા તે ધ્યાન અહાર ન જાય તેટલી દૃષ્ટિ કેળવવી. ૩. જરૂરિયાત આછી કર્યાં છતાં અને સાવધાન રહેવાનું લક્ષ્ય હાવા છતાં