________________
તત્વાર્થસૂચ સંવેગ અને વૈરાગ્ય ન હોય તે અહિંસાદિ વ્રત સંભવી જ ન શકે; તેથી એ વ્રતના અભ્યાસી માટે સંગ અને વૈરાગ્ય પ્રથમ આવશ્યક છે. સવેગ અને વૈરાગ્યના બીજ જગસ્વભાવ અને શરીરસ્વભાવના ચિન્તનમાંથી નખાય છે, તેથી એ બંનેના સ્વભાવનું ચિન્તન ભાવનારૂપે અહી ઉ૫દેશવામાં આવ્યુ છે.
પ્રાણીમાત્ર ઓછાવત્તો દુખને અનુભવ કર્યા જ કરે છે. જીવન તદ્દન વિનશ્વર છે અને બીજું પણ કાંઈ સ્થિર નથી; અને એ જાતના જગસ્વભાવના ચિંતનમાંથી જ સંસાર પ્રત્યેને મેહ દૂર થઈ તેનાથી ભય – સંવેગ ઉત્પન્ન થાય છે. તે જ રીતે શરીરના અસ્થિર, અશુચિ અને અસારપણાના સ્વભાવચિંતનમાંથી જ બાહ્યાભ્યતર વિઘાની અનાસક્તિવૈરાગ્ય જન્મે છે. [૪-૭]
હવે હિંસાનું સ્વરૂપ કહે છેઃ प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा।८। પ્રમત્તયાગથી થતો જે પ્રાણવધ તે હિંસા.
અહિંસા આદિ જે પાંચ વનનું નિરૂપણ પહેલાં કરવામાં આવ્યું છે, તે વાતને બરાબર સમજવા અને જીવનમાં ઉતારવા ખાતર તેમના વિરોધી દેનું સ્વરૂપ યથાર્થપણે જાણવું જ જોઈએ, તેથી એ પાંચ દેના નિરૂપણનું પ્રકરણ શરૂ કરવામાં આવ્યું છે. તેમાંના પહેલા દેશ હિંસાની વ્યાખ્યા આ સૂત્રમાં છે.
હિંસાની વ્યાખ્યા બે શાથી પૂર્ણ કરવામાં આવી છે. પહેલો પ્રમત્તાગ અથત રાગદ્વેષવાળી તેમ જ અસાવધાન પ્રવૃત્તિ, અને બીજો પ્રાણવધ પહેલે અંશ કારણરૂપે અને