________________
તરવાર્થ સૂત્ર ખાસ કાળજીપૂર્વક વિશેષ પ્રકારની અનુકૂળ પ્રવૃત્તિઓ સેવવામાં ન આવે, તે સ્વીકારવા માત્રથી તે કાંઈ આત્મામાં ઊતરતાં નથી. તેથી ગ્રહણ કરેલાં વતે જીવનમાં ઊંડાં ઊતરે તે માટે, દરેક વ્રતને અનુકૂળ થઈ પડે તેવી કેટલીક પ્રવૃત્તિઓ સ્થૂળ દૃષ્ટિએ ખાસ ગણાવવામાં આવી છે, જે ભાવનાના નામથી પ્રસિદ્ધ છે. જે એ ભાવનાઓ પ્રમાણે બરાબર વર્તવામાં આવે, તે લીધેલાં બને ઉત્તમ ઔષધની પેઠે પ્રયત્નશીલ મનુષ્ય માટે સુંદર પરિણામકારક સિદ્ધ થાય છે. એ ભાવનાઓ અનુક્રમે નીચે પ્રમાણે છેઃ
૧. ઈસમિતિ, મને પ્તિ, એષણાસમિતિ. આદાનનિભેપણુસમિતિ અને આલોકિતમાનભેજન, એ પાંચ ભાવનાઓ અહિંસાવતની છે.
૨. અનુવાચિભાષણ, ક્રોધપ્રત્યાખ્યાન, લેભપ્રત્યાખ્યાન, નિર્ભયતા અને હાસ્યપ્રત્યાખ્યાન એ પાંચ ભાવનાઓ સત્યવતની છે.
૩. અનુવીચિવગ્રહયાચન અભીષણઅવગ્રહયાચન, અવગ્રહાવધારણ, સાધર્મિક પાસેથી અવગ્રહયાચન અને અનુજ્ઞાપિતાનભેજન એ પાંચ ભાવનાઓ અચૌર્યવ્રતની છે.
૪. સ્ત્રી, પશુ અને નપુસક વડે સેવાયેલ શયન આદિનું વર્જન, રાગપૂર્વક સ્ત્રીકથાનું વર્જન, સ્ત્રીઓની મનહર ઈવ્યિના અવલોકનનું વજન, પ્રથમના રતિવિલાસના સ્મરણનું વર્જન અને પ્રણતરસજનનું વર્જન, એ બ્રહ્મચર્યની પાંચ ભાવનાઓ છે.
૫. મને કે અમનોજ્ઞ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં સમભાવ રાખવો, એ પરિગ્રહની પાંચ ભાવનાઓ છે.