________________
૨૮ર
તરવાથસૂત્ર હોય, એવા શીતપ્રધાન દેશમાં તથા વીજળીના દીવા આદિની સગવડ હોય ત્યાં રાત્રિભોજન અને દિવાભજન એ બેમાં હિંસાની દૃષ્ટિએ તફાવત છે?
ઉ–ઉsણપ્રધાન દેશ અને પ્રાચીન ઢબના દીવા આદિની વ્યવસ્થામાં દેખાતી સ્પષ્ટ હિસાની દૃષ્ટિએ જ રાત્રિભેજનને દિવસભેજન કરતાં વિશેષ હિંસાવાળુ કહેવામાં આવ્યું છે, એ વાતને સ્વીકાર કર્યા છતાં, અને કોઈ ખાસ પરિસ્થિતિમાં દિવસ કરતાં રાત્રિએ વિશેષ હિંસાને પ્રસંગ નથી આવતો એ કલ્પનાને ચગ્ય સ્થાન આપવા છતાં પણ, એકંદર સમુદાયની દષ્ટિએ અને ખાસ કરીને ત્યાગી છવનની દષ્ટિએ રાત્રિભોજન કરતાં દિવસભેજન જ વિશેષ પ્રશસ્ય છે એમ માનવાનાં કારણે ટૂંકામાં નીચે પ્રમાણે છેઃ
૧. આરોગ્યની દૃષ્ટિએ વિજળી અને ચંદ્ર આદિન પ્રકાશ ગમે તેટલો સારો હોય, છતાં તે સૂર્યપ્રકાશ જેટલા સાર્વત્રિક, અખંડ અને આરોગ્યપ્રદ નથી; તેથી જ્યાં બનેની શક્યતા હોય ત્યાં સમુદાય માટે સૂર્યના પ્રકાશને જ ઉપયોગ આરોગ્યદૃષ્ટિએ સ્વીકારવા જેવું છે.
૨. ત્યાગધર્મનું મૂળ સતિષમાં હેવાથી તે દષ્ટિએ પણ દિવસની બધી પ્રવૃત્તિઓ સાથે ભોજનની પ્રવૃત્તિ સંકેલી લેવી અને સંતોષ સાથે રાત્રિએ જઠરને વિશ્રાન્તિ આપવી એ
ગ્ય લાગે છે, તેથી સારી રીતે નિદ્રા આવે છે અને બ્રહ્મચર્ય સાચવવામાં મદદ પણ મળે છે, પરિણામે આરોગ્યની પુષ્ટિ પણ થાય છે.
૩. દિવસજન અને રાત્રિભેજન એ બંનેમાંથી સંતોષ ખાતર એકની જ પસંદગી કરવાની હોય, તે જાગતી