________________
અધ્યાય ૭
. સાતવેદનીયના આસવોમાં વતી ઉપર અનુકંપા અને દાન એ બે ગણવામાં આવ્યાં છે, તેમને વધારે ખુલાસો કરવાનો પ્રસંગ લઈ, જૈનપરંપરામાં મહત્ત્વ ધરાવતાં વ્રત અને દાન બંનેનું સવિશેષ નિરૂપણ આ અધ્યાયમાં કરવામાં આવે છે.
પ્રથમ વ્રતનું સ્વરૂપ કહે છે? हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् ।।
હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી (મન, વચન, કાયા વડે) નિવૃત્ત થવું તે વ્રત.
હિસા, અસત્ય આદિ દેશોનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે. દેને સમજી, તેમને ત્યાગ રવીકારી પછી તે દે ન સેવવા એ જ “વ્રત છે,
અહિંસા એ બીજા વનો કરતાં પ્રધાન હોવાથી તેનું સ્થાન પહેલું છે. પાકની રક્ષા માટે વાડની જેમ, બીજા બધાં વ્રતે અહિંસાની રક્ષા માટે લેવાથી, તેની પ્રધાનતા માનવામાં આવે છે.