________________
અધ્યાય ૭-સૂત્ર ૧ વ્રતમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બે અંશ હોય છે, તે બને હોય તે જ વ્રત પૂર્ણતા પામે છે. સત્કાર્યમાં પ્રવૃત્ત થવાનું વ્રત એટલે તેનાં વિરોધી અસામાંથી પ્રથમ નિવૃત્ત ચવું જોઈએ, એ આપોઆપ પ્રાપ્ત થાય છે. અને અસત્કાર્યોથી નિવૃત્ત થવાનું વ્રત એટલે તેના વિરોધી સત્કાર્યોમાં મન, વચન, કાયાને પ્રવર્તાવવાનું આપોઆપ પ્રાપ્ત થાય છે. તેથી આ સ્થળે કે દેખીતી રીતે દેશની નિવૃત્તિને વ્રત કહેવામાં આવ્યું છે, છતાં તેમાં સમ્પ્રવૃત્તિને અંશ આવી જ જાય છે. એટલે વ્રત એ માત્ર નિષ્ક્રિયતા નથી, એમ સમજવું જોઈએ.
પ્ર–રાત્રિભેજનવિરમણ એ વ્રત તરીકે પ્રસિદ્ધ છે, તે પછી અહી સૂત્રમાં તેને કહેવામાં કેમ નથી આવ્યું?
ઉ–રાત્રિભેજનવિરમણ એ જુદા વ્રત તરીકે ઘણા કાળ થયાં પ્રસિદ્ધ છે, પણ ખરી રીતે એ મૂળ વ્રત નથી. એ તે મૂળ વતમાંથી નિષ્પન્ન થતુ એક આવશ્યક વ્રત છે એવા બીજા પણ ઘણું વ્ર છે અને કલ્પી શકાય; છતાં અહી તે મૂળ વ્રતનું જ નિરૂપણ કરવાનું હોવાથી ફક્ત તેમનું વર્ણન છે. તેમાંથી નિષ્પન્ન થતાં બીજા અવાંતર
તે મૂળ વતનો વ્યાપક નિરૂપણમાં આવી જ જાય છે. રાત્રિભેજનવિરમણ એ અહિસાવ્રતમાંથી નિષ્પન્ન થતાં અનેક તેમાંનું એક વ્રત છે.
પ્ર–અંધારામાં ન જોઈ શકાયાથી થતા જતુનાશને લીધે અને દીવો કરવા જતાં તેમાંથી થતા વિવિધ આરંભને લીધે રાત્રિભોજનના વિરમણને અહિંસાવતનું અંગ માનવામાં આવે છે, પણ અહી પ્રશ્ન થાય છે કે, અધારું પણ ન હોય અને દીવામાંથી નીપજતા આભને પ્રસંગ પણ ન