________________
અધ્યાય -સૂત્ર ૧૪૨૬ ૨પ પિતાના આત્મામાં, પારકાના આત્મામાં અથવા બંનેના આત્મામાં રહેલાં દુખ, શેક, તાપ, આક્રંદન, વધ અને પરિદેવન, એ અસાતવેદનીય કર્મના બંધહેતુ
ભૂતઅનુકંપા, વતીઅનુકંપા, દાન, સરાગસંયમ આદિ ગ, ક્ષાતિ અને શૌચ, એ સાતવેદનીય કર્મના બંધહેતુ છે.
કેવળજ્ઞાની, કૃત, સંઘ, ધર્મ અને દેવને અવર્ણવાદ, એ દર્શનમોહનીય કર્મના બંધહેતુ છે.
કષાયના ઉદયથી થતે તીવ્ર આત્મપરિણામ ચારિત્રમોહનીય કમને બધહેતુ છે.
બહુ આરંભ અને બહુ પરિગ્રહ, એ નરકાયુના બંધહેતુ છે.
માયા, તિર્યંચાયુષને બંધહેતુ છે.
અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, સ્વભાવની મૃદુતા અને સ્વભાવની સરળતા, એ મનુષ્યાયુષના બંધહેતુ છે.
૧ આ સૂત્રના સ્થાનમાં દિ૦ ૫૦માં “અલ્પાત્મશિર્વ મનુષ” એવું સૂત્ર સત્તરમાં નબર ઉપર છે અને બીજુ અઢારમાં નબર ઉપર મવમવ ” એવું સૂત્ર છે. આ બંને સૂત્રો એ પરંપરા પ્રમાણે મનુષ્યઆયુષના આસવપ્રતિપાદક છે.