________________
૨૬૮
તાવાર્થ સૂત્ર ज्ञानावरणीय अने दर्शनावरणीय कर्मना वंधहेतुओ स्वरूप : ૧. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધને પ્રત્યે દ્વેષ ધારણ કરે અર્થાત તત્ત્વજ્ઞાનનું નિરૂપણ થતુ હોય ત્યારે કેઈ પિતાના મનમાં જ એ તત્ત્વજ્ઞાન પ્રત્યે, તેના વકતા પ્રત્યે કે તેના સાધને પ્રત્યે બળ્યા કરે. એ તત્વદેપ – જ્ઞાનપ્રષ કહેવાય છે. ૨. કોઈ કાંઈ પૂછે અગર જ્ઞાનનું કંઈ સાધન માગે, ત્યારે જ્ઞાન અને સાધન પાસે હેવા છતા કલુષિત ભાવે એમ કહેવું કે, હું નથી જાણતે, અગર મારી પાસે તે વસ્તુ નથી, તે જ્ઞાનનિદ્ભવ છે. ૩. જ્ઞાન અભ્યસ્ત અને પાકું કર્યું હોય, તે દેવા યોગ્ય પણ હોય, છતાં કોઈ તેને ગ્રાહક અધિકારી મળે ત્યારે તેને ન આપવાની કલુષિત વૃત્તિ, તે જ્ઞાનમાત્સર્ય. ૪. કોઈને જ્ઞાન મેળવવામાં કલુષિત ભાવે અડચણ કરવી, તે જ્ઞાનાતરાય'. પ. બીજે કઈ જ્ઞાન આપતો હોય ત્યારે વાણી અને શરીરથી તેને નિષેધ કરવો, તે જ્ઞાનાસાદન. ૬. કેઈએ વ્યાજબી કહ્યું હોય છતાં પોતાની અવળી મતિને લીધે અયુક્ત ભાસવાથી તેના દેષ પ્રગટ કરવા, તે ઉપઘાત. - જ્યારે ઉપર જણાવેલા પ્રદેપ નિહવ આદિ, જ્ઞાન, જ્ઞાની કે તેના સાધન આદિ સાથે સંબંધ ધરાવતા હોય, ત્યારે તે જ્ઞાનપ્રદેપ, જ્ઞાનનિહ્નવ રૂપે ઓળખાય છે, અને તે જ પ્રદેશ, નિહવ આદિ, દર્શન (સામાન્ય બોધ), દર્શની અથવા દર્શનના સાધન સાથે સંબંધ ધરાવે, ત્યારે દર્શનપ્રદેષ, દર્શન નિહ્નવ આદિ રૂપે સમજવા.
પ્ર–આસાદન અને ઉપઘાતમાં શું ફેર ?
ઉ––છતે જ્ઞાને તેને વિનય ન કરે, બીજા સામે તે ન પ્રકાશવું, તેના ગુણે ન જણાવવા, એ “આસાદની છે; અને