________________
અધ્યાય - સૂત્ર ૧૪-૧૪ ૨૭ દર્શન વિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલ અને વ્રતામાં અત્યંત અપ્રમાદ, જ્ઞાનમાં સતત ઉપયોગ તથા સવેગ, શક્તિ પ્રમાણે ત્યાગ અને ત૫, સંધ અને સાધુનું સમાધાન તથા વૈયાવૃત્ય કરવાં, અરિહંત, આચાર્ય, બહુશ્રુત તથા પ્રવચનની ભક્તિ કરવી, આવશ્યકક્રિયાઓને ન છોડવી, મોક્ષમાર્ગની પ્રભાવના અને પ્રવચન વાત્સલ્ય, એ તીર્થંકર નામકર્મના બંધહેતુ છે.
પરનિંદા, આત્મપ્રશંસા, સદ્ગુણોનું આચ્છાદન અને અસદ્દગુણેનું પ્રકાશન, એ નીચ શેત્રના બંધહેતુ છે.
એનાથી ઊલટું, અર્થાત્ પરપ્રશંસા, આત્મનિંદા આદિ તથા નમ્ર વૃત્તિ અને નિરભિમાનતા, એ ઉચ્ચ ત્રકર્મના બંધહેતુ છે.
દાનાદિમાં વિશ્વ નાંખવું તે અંતરાચકર્મને બંધહેતુ છે.
અહીથી લઈ અધ્યાયના અંત સુધીમાં દરેક મૂળ કર્મપ્રકૃતિના બધહેતુઓનુ ક્રમશઃ વર્ણન છે. જો કે બધી કર્મ પ્રકૃતિઓના બંધહેતુ સામાન્ય રૂપે વેગ અને કષાય જ છે, તથાપિ કષાયજન્ય અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાથી કઈ કઈ પ્રવૃત્તિ કયા ક્યા કર્મના બંધને હેતુ થઈ શકે છે એ વિભાગપૂર્વક બતાવવું, એ પ્રસ્તુત પ્રકરણને ઉદ્દેશ છે.