________________
૨૨
તરવાથસૂત્ર આરંભ' કહેવાય છે. અર્થાત કાર્યની સંકલ્પાત્મક મૂલમ અવસ્થાથી લઈને એને પ્રગટ રૂપે પૂરું કરી દેવા સુધીમાં જે ત્રણ અવસ્થાઓ થાય છે, તે અનુક્રમે સંરંભ, સમારંભ, અને આરંભ કહેવાય છે. રોગના ત્રણ પ્રકાર પહેલાં કહેલા છે. “કૃતને અર્થ પિને કરવું તે, “કારિતાને અર્થ બીજા પાસે કરાવવું તે, અને “અનુમતીને અર્થ કિઈને કાર્યમાં સંમત થવુ તે, છે. ક્રોધ, માન આદિ ચારે કપાય પ્રસિદ્ધ છે. - જ્યારે કોઈ સંસારી જીવ દાન આદિ શુભ અથવા હિંસા આદિ અશુભ કાર્યની સાથે સંબંધ રાખે છે, ત્યારે તે ક્રોધ અથવા માન આદિ કઈ કષાયથી પ્રેરિત થાય છે. કષાય પ્રેરિત થઈને પણ તે ક્યારેક તે કામને પિતે કરે છે, અથવા બીજા પાસે કરાવે છે, અથવા બીજાએ કરેલા કામમાં સંમત થાય છે. આ રીતે તે ક્યારેક તે કામને માટે કાયિક, વાચિક અથવા માનસિક સંભ, સમારભ અથવા આરભથી યુક્ત અવશ્ય થાય છે. []
પરમાણુ આદિ મૂર્ત વસ્તુ, દ્રવ્ય અછવાધિકરણ છે. જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપાગી થતું મૂર્ત દ્રવ્ય જે જે અવસ્થામાં વર્તમાન હોય છે, તે બધુ ભાવ અછવાધિકરણ કહેવાય છે. અહીંયાં આ ભાવ અધિકરણના મુખ્ય ચાર ભેદ બતાવ્યા છે. જેમકે નિર્વના (રચના), નિક્ષેપ મૂકવું), સગ (એકઠું કરવું, અને નિસર્ગ (પ્રવતીવવું). નિર્વતનાના
મૂલગુણનિર્વતૈના” અને “ઉત્તરગુણનિર્વતના” એવા બે ભેદ છે. પુગલ દ્રવ્યની જે ઔદારિક આદિ શરીરરૂપ રચના અંતરંગ સાધનરૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે, તે મૂલગુણનિર્વતૈના'; અને પુગલવ્યની લાકડી,