________________
અધ્યાય ૧-સૂત્ર ૭
૨૫૯ કર્મને તીવ્ર જ બાંધે છે. ઇરાદાપૂર્વક પ્રવૃત્તિ કરવી એ જ્ઞાતભાવ' છે, અને ઈરાદા સિવાય કૃત્ય થઈ જાય એ અજ્ઞાતભાવ” છે. જ્ઞાતિ અને અજ્ઞાત ભાવમાં બાહ્ય વ્યાપાર સમાન હોવા છતાં પણ કર્મધમાં ફરક પડે છે. જેમકે, કોઈ એક વ્યક્તિ હરણને હરણ સમજી બાણથી વીંધી નાંખે, અને બીજો કોઈ નિર્જીવ નિશાન ઉપર બાણ તાકતા ભૂલથી હરણને વીધી નાખે, આ બેમાં ભૂલથી મારનાર કરતાં સમજપૂર્વક મારનારને કર્મબંધ ઉત્કટ થાય છે.
વીર્ય (શક્તિવિશેપ) પણ કર્મબંધની વિચિત્રતાનું કારણ થાય છે. જેમ દાન, સેવા આદિ કોઈ શુભ કામ હોય અથવા હિસા, ચેરી આદિ અશુભ કામ હોય તે બધાં શુભાશુભ કામને બળવાન મનુષ્ય સહેલાઈથી અને ઉત્સાહથી કરી શકે છે, પણ નબળો માણસ તે જ કામને મુશ્કેલી તેમ જ ઓછા ઉત્સાહથી કરે છે, માટે જ બળવાન કરતાં નિર્બળને શુભાશુભ કર્મબધ મંદ જ હોય છે. જીવ અજીવ રૂપ અધિકરણને અનેક ભેદ કહેવામાં આવશે, એમની વિશેષતાથી પણ કર્મબંધમાં વિશેષતા આવે છે જેમકે હત્યા, ચેરી આદિ અશુભ અને પારકાનું રક્ષણ આદિ શુભ કામ કરતા બે ભાણામાથી એકની પાસે અધિકરણ એટલે કે શસ્ત્ર ઉગ્ર હાય અને બીજાની પાસે સાધારણ હોય, તો સાધારણ શસ્ત્રવાળાના કરતાં ઉગ્ર શસ્ત્રધારીને કર્મબધ તીવ્ર થવાને સભવ છે, કેમકે ઉગ્ર શસ્ત્ર પાસે હોવાથી એનામાં એક પ્રકારને અધિક આવેશ રહે છે.
જો કે બાહ્ય આસવની સમાનતા હોવા છતાં કર્મબંધમાં જે અસમાનતા આવી જાય છે, એના કારણરૂપે વીર્ય,