________________
૨૫૮
તત્ત્વાર્થસૂત્ર બધી ક્રિયાઓને કપાય પ્રેરિત હેવાના કારણે સાંપરાયિક કમૌસવ કહ્યો છે, તે બાહુલ્યની દૃષ્ટિએ સમજવું. જો કે અવત, ઇયિની પ્રવૃત્તિ અને ઉક્ત ક્રિયાઓનુ બંધમાં કારણ થવાપણું રાગદ્વેષ ઉપર જ અવલંબિત છે. અને એથી વસ્તુતઃ રાગદ્વેષ (કષાય) જ સાંપરાયિક કર્મનુ બંધકારણ છે; તથાપિ કષાયથી અલગ અવત આદિનુ બંધકારણરૂપે સૂત્રમાં જે કથન કર્યું છે, તે કવાયજન્ય કઈ કઈ પ્રવૃત્તિ વ્યવહારમાં મુખ્યપણે દેખાય છે, અને સંવરના અભિલાવીએ કઈ કઈ પ્રવૃત્તિને રેકવી જોઈએ અને તેના ઉપર ધ્યાન આપવું જોઈએ એ સમજાવવાને માટે છે. [૬]
હવે બધકારણ સમાન હોવા છતાં પણ પરિણમભેદથી કર્મબંધમાં આવતી વિશેષતા જણાવે છેઃ
तीव्रमन्दज्ञाताज्ञातभाववीयाधिकरणविशेषेभ्यस्तद्विशेषः।७।
તીવ્રભાવ, મંદલાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીય અને અધિકરણના ભેદથી એની એટલે કે કર્મબંધની વિશેષતા થાય છે.
પ્રાણાતિપાત, ઈન્દ્રિયવ્યાપાર અને સમ્યકત્વક્રિયા આદિ ઉપરના આસવ (બંધારણ) સમાન હોવા છતાં પણ તજજન્ય કર્મબંધમાં કયા કયા કારણથી વિશેષતા આવે છે, તે આ સૂત્રમાં બતાવ્યું છે.
બાહ્ય બંધકારણ સમાન હોવા છતાં પણ પરિણામની તીવ્રતા અને મંદતાના કારણે કર્મબંધ ભિન્નભિન્ન થાય છે. જેમકે એક જ દશ્યને જોતી બે વ્યક્તિઓમાંથી મંદ આસતિપૂર્વક જેનાર કરતાં તીવ્ર આસક્તિપૂર્વક જોનાર વ્યક્તિ