________________
રરક
તત્વાર્થસૂત્ર ધ્રુવ (નિત્ય) જ માને છે. કેઈ દર્શને સત પદાર્થને નિરન્વય ક્ષણિક (માત્ર ઉત્પાદવિનાશશીલ) માને છે. કેઈ દર્શન ચેતનતત્ત્વ રૂપ સતને તે કેવળ ધ્રુવ (ફૂટસ્થ નિત્ય) અને પ્રકૃતિતત્વરૂપ સતને પરિણામી નિત્ય (નિત્યાનિત્ય) માને છે. કોઈ દર્શને અનેક સત પદાર્થોમાંથી પરમાણુ, કાળ, આત્મા આદિ કેટલાંક સત્તાને કુટસ્થનિત્ય અને ઘટ, વસ્ત્ર આદિ કેટલાંક સતને માત્ર ઉત્પાદવ્યયશીલ (અનિત્ય) માને છે. પરંતુ જૈનદર્શનનું સતના સ્વરૂપ સંબંધનું મંતવ્ય ઉક્ત બધા મતથી ભિન્ન છે અને તે આ સૂત્રમાં બતાવ્યું છે.
જૈનદર્શનનું માનવું એ છે કે, જે સત – વસ્તુ છે તે ફક્ત પૂર્ણરૂપે ફૂટસ્થનિત્ય, અથવા ફક્ત નિરન્વય વિનાશ, અથવા એને અમુક ભાગ તૂટસ્થનિત્ય અને અમુક ભાગ પરિણામીનિય અથવા એને કઈ ભાગ તો ફક્ત નિત્ય અને કઈ ભાગ તે માત્ર અનિત્ય એમ હેઈ શકતી નથી. એના મત પ્રમાણે ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૂર્ત, સૂમ અથવા સ્કૂલ બધી સત કહેવાતી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપે ત્રિરૂપ છે.
પ્રત્યેક વસ્તુમાં બે અંશ છે. એક અંશ એ છે કે જે ત્રણે કાળમાં શાશ્વત છે અને બીજો અંશ સદા અશાશ્વત છે. શાશ્વત અંશના કારણથી પ્રત્યેક વસ્તુ ધ્રૌવ્યાત્મક (સ્થિર) અને અશાશ્વત અંશના કારણથી ઉત્પાદવ્યયાત્મક (અસ્થિર) કહેવાય છે. આ બે અશિમાંથી કઈ એક બાજુએ
૧. બૌદ્ધ. ૨. સાખ્ય. ૩. ન્યાય, વૈશેષિક.