________________
૨૩૪
તાવાર્થસૂત્ર પ્રસ્તુત સૂત્રમાં પહેલું સૂત્ર બંધને નિષેધ કરે છે. તે પ્રમાણે, જે પરમાણુઓમાં સ્નિગ્ધ અથવા રૂક્ષત્વને અંશ જધન્ય હેય, એ જઘન્યગુણવાળા પરમાણુઓને પારસ્પરિક બંધ થત નથી. આ નિષેધથી એ ફલિત થાય છે કે મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા યુકત અંશવાળા સ્નિગ્ધ, રૂક્ષ બધા અવયને પારસ્પરિક બંધ થઈ શકે છે. પરંતુ એમાં પણ અપવાદ છે, જે આગલા સૂત્રમાં બતાવ્યું છે. એ પ્રમાણે સદશ અવયવ જે સમાન અંશવાળા હેય એમને પારસ્પરિક બંધ થઈ શકતો નથી. તેથી સમાન અંશવાળા સ્નિગ્ધ સ્નિગ્ધ પરમાણુઓના તથા રૂક્ષ રૂક્ષ પરમાણુઓના ધ બનતા નથી. આ નિષેધ પણ ફલિત અર્થ એ થાય છે કે, અસમાન ગુણવાળા સદશ અવયવન તે બંધ થઈ શકે છે. આ ફલિત અર્થનો સંકેચ કરી ત્રીજા સૂત્રમાં સદશ અવયના અસમાન અંશની બધેપગી મર્યાદા નિયત કરવામાં આવી છે. તે પ્રમાણે, અસમાન અંશવાળા પણ સદશ અવયવોમાં જ્યારે એક અવયવના નિધત્વ અથવા રૂક્ષત્વથી બીજા અવયવનું નિધત્વ અથવા રૂક્ષ બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ આદિ અધિક હેય તે, એ બે સદશ અવયવોને બંધ થઈ શકે છે. તેથી જ જે એક અવયવના નિગ્ધત્વ અથવા રૂક્ષત્વની અપેક્ષાએ બીજા અવયવનું ધિત્વ અથવા રૂક્ષત્વ ફક્ત એક અંશ અધિક હોય તે તે બે સદશ અવયને બંધ થઈ શકતો. નથી.
શ્વેતાંબર અને દિગબર બંનેની પરંપરાઓમાં પ્રસ્તુત ત્રણ સુમાં પાઠભેદ નથી; પરંતુ અર્થભેદ છે. અર્થભેદમાય ત્રણ બાબતો ધ્યાન આપવા યોગ્ય છે: ૧. જધન્યગુણ પરમાણુ