________________
અધ્યાય ૫-સૂત્ર ૩૩-૩૫ ર૩૭ સ્નિગ્ધત્વ, રૂક્ષત્વ ને સ્પર્શવિશેષ છે. તે તિપિતાની જાતિની અપેક્ષાએ એકએક રૂપ હેવા છતાં પણ પરિણમનની તરતમતાના કારણે અનેક પ્રકારના થાય છે. તરતમતા ત્યાં સુધી થાય છે કે નિકૃષ્ટ સ્નિગ્ધત્વ અને નિકૃષ્ટ રૂક્ષત્વ તથા ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વ અને ઉત્કૃષ્ટ રૂક્ષત્વની વચમાં અનંતાનંત અંશેને તફાવત હોય છે. ઉદાહરણ તરીકે બકરી અને ઊંટડીના દૂધમાં સ્નિગ્ધત્વને તફાવત. બનેમાં સ્નિગ્ધત્વ હોય છે જ પરંતુ એકમાં ઘણું ઓછુ અને બીજામા ઘણુ જ વધારે. તરતમતાવાળા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્ર પરિણામોમા જે પરિણામ સૌથી નિકૃષ્ટ અર્થાત અવિભાજ્ય હેય, તે જઘન્ય અંશ કહેવાય છે, જઘન્યને છોડીને બાકીના બધા જઘન્યતર કહેવાય છે. જાજેતરમાં મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા આવી જાય છે. જે સ્નિગ્ધત્વ પરિણામ સૌથી અધિક હેય તે ઉત્કૃષ્ટ, અને જઘન્ય તથા ઉત્કૃષ્ટની વચમાં હોય તે બધા પરિણામે મધ્યમ હોય છે. જઘન્ય સ્નિગ્ધત્વની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વ અનતાનગુણુ અધિક હોવાથી જો જઘન્ય ચિનગ્ધત્વને એક અંશ કહેવામાં આવે તે ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વને અનામત અશપરિમિત સમજો જોઈએ. બે, ત્રણથી તે સંખ્યાત, અસંખ્યાત, અનત અને એક ઓછા ઉત્કૃષ્ટ સુધી બધા અંશે મધ્યમ સમજવા જોઈએ.
અહીંયાં સદશને અર્થ એ છે કે સ્નિગ્ધને સ્નિગ્ધની સાથે અથવા રૂક્ષને રૂક્ષની સાથે બંધ થવો અને વિસદશનો અર્થ એ છે કે સ્નિગ્ધને રૂક્ષની સાથે બંધ થવો. એક અશ જધન્ય અને એનાથી એક અધિક અર્થાત બે અંશે