________________
૨૪૨
તત્વાર્થસૂત્ર અથવા રૂપશક્તિજન્ય નીલપીતપર્યાય નિત્ય નથી, કિંતુ સદૈવ ઉત્પાદ-વિનાશશાલી હોવાથી વ્યક્તિશઃ અનિત્ય છે, અને ઉપગપર્યાયપ્રવાહ તથા રૂપપર્યાયપ્રવાહ સૈકાલિક હેવાથી નિત્ય છે.
અનંત ગુણેને અખંડ સમુદાય તે જ દ્રવ્ય છે. તથાપિ આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય આદિ પરિમિત ગુણ જ સાધારણ બુદ્ધિવાળા છદ્મસ્થની કલ્પનામાં આવે છે. બધા ગુણે આવતા નથી. આ રીતે પુલના પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ કેટલાક જ ગુણ કલ્પનામાં આવે છે, બધા નહિ. એનું કારણ એ છે કે આત્મા અથવા પુદગલ દ્રવ્યના બધા પ્રકારના પર્યાયપ્રવાહ વિશિષ્ટ જ્ઞાન સિવાય જાણી શકાતા નથી. જે જે પયયપ્રવાહ સાધારણ બુદ્ધિથી જાણી શકાય છે. એમના કારણભૂત ગુણેને વ્યવહાર કરાય છે. આથી તે ગુણે વિકસ્ય છે. આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય આદિ ગુણે વિકમ્ય અર્થાત વિચાર અને વાણમાં આવી શકે છે, અને પુલના રૂપ આદિ ગુણે વિકય છે, બાકીના બધા અવિકય છે અને તે ફક્ત કેવળીગમ્ય છે.
સૈકાલિક અનંત પયીના એક એક પ્રવાહની કારણભૂત એક એક શક્તિ (ગુણ), તથા એવી અનત શક્તિઓને સમુદાય દ્રવ્ય છે; આ કથન પણ ભેદસાપેક્ષ છે. અભેદ દૃષ્ટિથી પર્યાય પિતપતાના કારણભૂત ગુણસ્વરૂપ, અને ગુણ દ્રવ્યસ્વરૂપ હેવાથી, દ્રવ્ય ગુણપયયાત્મક જ કહેવાય છે. દ્રવ્યમાં બધા ગુણો એકસરખા નથી હતા. કેટલાક સાધારણ અર્થાત બધાં દ્રામાં હોય એવા હોય છે, જેમ કે અસ્તિત્વ, પ્રદેશવત્વ, યત્વ આદિ અને કેટલાક અસાધારણ