________________
૨૮
તત્વાર્થસૂત્ર દિગંબર વ્યાખ્યાકારેએ બેતાળીસથી ચૂંવાળીસ મુધીનાં ત્રણ સૂત્ર સૂત્રપાઠમાં ન રાખી “માવઃ પરિણામ એ મૂત્રની વ્યાખ્યામાં જ પરિણામના ભેદ અને એમના આશ્રયનું કથન જે સંપૂર્ણ રીતે તથા સ્પષ્ટ રીતે કર્યું છે, એથી જાણી શકાય છે કે એમને પણ પરિણામના આશ્રયવિભાગની ચર્ચા કરતાં પ્રસ્તુત સુમાં તથા એમના ભાષ્યમાં અર્થની ત્રુટિ કિવા અસ્પષ્ટતા અવશ્ય માલૂમ પડી હશે. આથી તેઓએ અપૂર્ણર્થક સૂાને પૂર્ણ કરવા કરતાં પોતાના વક્તવ્યને સ્વતંત્ર રૂપે જ કહેવુ ઉચિત ધાર્યું. ગમે તે હોય, પરંતુ અહીયાં એક પ્રશ્ન થાય છે કે આટલા સૂક્ષ્મદર્શી અને સંગ્રાહક સૂત્રકારના ધ્યાનમાં એ વાત ન આવી કે જે વૃત્તિકારના ધ્યાનમાં આવી? અથવા સર્વાર્થસિદ્ધિ આદિ વ્યાખ્યાઓમાં પરિણામને જે આશ્રયવિભાગ સંપૂર્ણ રીતે દેખાય છે, તે શું સૂત્રકારને ન સૂઝયો? ભગવાન ઉમાસ્વાતિને માટે આવી બાબતના વિષયમાં ત્રુટિની કલ્પના કરવી એગ્ય નથી. એના કરતાં ને એમના કથનના તાત્પર્યનું પોતાનું અજ્ઞાન જ કબૂલ કરવુ વધારે યેાગ્ય છે. એમ પણ હોઈ શકે છે કે, અનાદિ અને આદિમાન શબ્દના જે અર્થ આજે સર્વત્ર પ્રસિદ્ધ છે અને જે અર્થ વ્યાખ્યાકારોએ લીધા છે, તે સૂત્રકારને ઇષ્ટ ન હોય. શબ્દના અનેક અર્થમાંથી કઈ એક અર્થ ક્યારેક એટલે પ્રસિદ્ધ થઈ જાય છે અને બીજો અર્થ એટલે અપ્રસિદ્ધ થઈ જાય છે કે, કાળાંતરે તે અપ્રસિદ્ધ અર્થને સાંભળતાં પહેલવહેલાં એ ધ્યાનમાં પણ નથી આવતું કે તે શબ્દને એવો પણ અર્થ થઈ શકે. એમ દેખાય છે કે અનાદિ અને આદિમાન શબ્દના કાંઈક બીજા જ અર્થે સૂત્રકારના સમયમાં પ્રસિદ્ધ હશે; અને