________________
અયાય ૫-સૂત્ર ૪૩-૪૪ ૨૪૭ रुपियादिमान् । ४३।
ચોપચી જીરૂ થઇ! તે અનાદિ અને આદિમાન બે પ્રકારના છે. રૂપી અર્થાત્ પુદ્ગલ દ્રવ્યમાં આદિમાન છે. જવામાં ચોગ અને ઉપયોગ આદિમાન છે.
જેના કાળની પૂર્વકટિ જાણી ન શકાય તે અનાદિ, અને જેના કાળની પૂર્વ કેટિ જાણી શકાય તે આદિમાન કહેવાય છે. અનાદિ અને આદિમાન શબ્દને ઉપરને અર્થ જે સામાન્ય રીતે સર્વત્ર પ્રસિદ્ધ છે, એને માની લઈને દ્વિવિધ પરિણામના આશ્રયને વિચાર કરતી વેળાએ એ સિદ્ધાત સ્થિર થાય છે કે, દ્રવ્ય ગમે તો રૂપી હોય અથવા અરૂપી હાય, દરેકમા અનાદિ અને આદિમાન એવા બે પ્રકારના પરિણામ હોય છે પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને વ્યક્તિની અપેક્ષાએ આદિમાન પરિણામ બધામાં સમાનરૂપે ઘટાવી શકાય છે એમ હોવા છતા પણ પ્રસ્તુત સૂત્રોમાં તથા એના ભાષ્ય સુધ્ધામાં ઉક્ત અર્થ સંપૂર્ણ તથા સ્પષ્ટ કેમ નથી કર્યો? આ પ્રશ્ન ભાષ્યની વૃત્તિમાં વૃત્તિકારે ઉઠાવ્યો છે અને અંતમાં કબૂલ કર્યું છે કે, વસ્તુતઃ બધાં દ્રવ્યમાં અનાદિ તથા આદિમાન બને પરિણામે હેય છે.
સર્વાર્થસિદ્ધિ આદિ દિગંબરાના વ્યાખ્યાગ્રથોમાં બને પ્રકારના પરિણામ હોવાનું સ્પષ્ટ કથન છે. અને તેનું આ રીતે સમર્થન પણ કર્યું છે કે, દ્રવ્યસામાન્યની અપેક્ષાએ અનાદિ અને પર્યાયવિશેષની અપેક્ષાએ આદિમાન પરિણામ સમજવા જોઈએ.