________________
અધ્યાય ૫-સુત્ર ૪૧
૨૫ નથી; પરંતુ ગુણ તે નિત્ય હોવાથી સદાયે દ્રવ્યને આશ્રિત છે. ગુણ અને પર્યાય વચ્ચે તફાવત આ જ છે.
દ્રવ્યમાં સદા વર્તમાન શક્તિઓ કે જે પર્યાયની જનક રૂપે માનવામાં આવે છે, તેમનું નામ જ ગુજ. આ ગુણેમાં વળી બીજા ગુણે માનવાથી અનવસ્થાને દોષ આવે છે. માટે દ્રવ્યનિષ્ટ શક્તિરૂપ ગુણને નિર્ગુણ માન્યા છે. આત્માના ગુણ ચેતના, સમ્યક્ત્વ, ચારિત્ર. આનદ, વીર્ય આદિ છે. અને પુગલના ગુણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ છે. [૪૦] હવે પરિણામનુ સ્વરૂપ વર્ણવે છેઃ
તદુમાવઃ પરિણામ કર્યું !
તે થવું? અર્થાત્ સ્વરૂપમાં સ્થિત રહી ઉત્પન્ન તથા નષ્ટ થવું તેનું નામ પરિણામ.
પહેલાં કેટલેક સ્થાને પરિણામનું કથન કર્યું છે. તેનું અહીંયાં સ્વરૂપ બતાવે છે.
બૌદ્ધ લેકે વસ્તુમાત્રને ક્ષણસ્થાયી -નિરન્વયવિનાશી માને છે, આથી એમના મત પ્રમાણે પરિણામને અર્થ, ઉત્પન્ન થઈ સર્વથા નષ્ટ થઈ જવું અથત નાશની પછી કાઈ પણ તત્ત્વનું કાયમ ન રહેવું, એ થાય છે.
નૈયાયિક આદિ ભેદવાદી દર્શન કે જે ગુણ અને વ્યને એકાંત ભેદ માને છે, એમના મત પ્રમાણે, સર્વથા અવિકત દ્રવ્યમાં ગુણેનુ ઉત્પન્ન થવું તથા નષ્ટ થવુ, એ પરિણામને અર્થ ફલિત થાય છે. આ બંને પક્ષની સામે પરિણામના
૧. જુઓ અ ૫. સૂ. ૨૨, ૩૬.