________________
અધયાય ૫ - સૂત્ર ૩૭
૨૪૧ પૃથફ થઈ શકતી નથી જ્ઞાન, દર્શન આદિ ભિન્ન ભિન્ન સમયવતી વિવિધ ઉપગના વૈકાલિકપ્રવાહની કારણભૂત એક ચેતનાશક્તિ છે અને એ શક્તિના કાર્યભૂત પર્યાયપ્રવાહ ઉપયાગાત્મક છે. પુલમાં પણ કારણભૂત રૂપશક્તિ છે, અને નીલપતિ આદિ વિવિધ વર્ણપયપ્રવાહ તે રૂપશક્તિનું કાર્ય છે. આત્મામાં ઉપગાત્મક પર્યાયપ્રવાહની માફક સુખદુઃખ વેદનાત્મક પયયપ્રવાહ, પ્રત્યાત્મક પર્યાયપ્રવાહ વગેરે અનંત પર્યાય પ્રવાહ એક સાથે ચાલુ રહે છે. આથી એમાં ચેતનાની માફક તે તે સજાતીય પર્યાયપ્રવાહની કારણભૂત આનંદ, વીર્ય આદિ એક એક શક્તિ માનવાથી અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. આ રીતે પુકલમાં પણ રૂપપર્યાય પ્રવાહની માફક ગંધ, રસ, સ્પર્શ વગેરે અનત પર્યાયપ્રવાહ સદા ચાલુ રહે છે. આથી પ્રત્યેક પ્રવાહની કારણભૂત એક એક શક્તિ માનવાથી એમાં રૂપશક્તિની માફક ગધ, રસ, સ્પર્શ આદિ અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. આત્મામાં ચેતના, આનંદ, વીર્ય આદિ શક્તિઓના ભિન્ન ભિન્ન વિવિધ પર્ય એક સમયમાં થાય છે, પરંતુ એક ચેતનાશક્તિના અથવા એક આનંદશક્તિના વિવિધ ઉપગપયા અથવા વિવિધ વેદનાપર્યા એક સમયમાં થતા નથી; કેમ કે પ્રત્યેક શક્તિને એક સમયમાં એક જ પર્યાય વ્યક્ત થાય છે. આ રીતે પુલમાં પણ રૂ૫, ગંધ આદિ ભિન્ન ભિન્ન શકિતઓના ભિન્ન ભિન્ન પય એક સમયમાં થાય છે; પરંતુ એક રૂપશક્તિના નીલ, પીત આદિ વિવિધ પયા એક સમયમાં થતા નથી. જેમ આત્મા અને પુતલ દ્રવ્ય નિત્ય છે, તેમ એમની ચેતના આદિ તથા રૂપ આદિ
શક્તિઓ પણ નિત્ય છે. પરંતુ ચેતનાજન્ય ઉપગપર્યાય त