________________
અચાય ૫-સૂત્ર ૩૭
૨૭૯
સમાંશ સ્થલમાં સદશ બધ તે થતું જ નથી, વિસદશ થાય છે. જેમ કે, બે અંશ સ્નિગ્ધના બે અંશ રૂક્ષની સાથે અથવા ત્રણ અંશ નિધના ત્રણ અંશ રૂક્ષની સાથે. એવા સ્થળમાં કોઈ એક સમ બીજા સમને પિતાના રૂપમાં પરિણુત કરી લે છે. અર્થાત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ક્યારેક સ્નિગ્ધત્વ જ રૂક્ષત્વને સ્નિગ્ધત્વરૂપમાં બદલી નાંખે છે અને કયારેક રૂક્ષત્વ, સ્નિગ્ધત્વને રૂક્ષત્વરૂપમાં બદલી નાખે છે; પરંતુ
અધિકાંશ સ્થળમાં અધિકાંશ જ હીનાશને પોતાના સ્વરૂપમાં “ બદલી શકે છે. જેમ પંચાંશ સ્નિગ્ધત્વે ત્રણ અંશ સ્નિગ્ધત્વને પિતાના સ્વરૂપમાં પરિણુત કરે છે અથૉત્ ત્રણ અંશ સ્નિગ્ધત્વ પણ પાંચ અંશ ચિનગ્ધત્વના સંબંધથી પાંચ અંશ પરિમાણુ થઈ જાય છે. આ રીતે પાંચ અશ સ્નિગ્ધત્વ ત્રણ અશ 'રૂક્ષત્વને પણ સ્વસ્વરૂપમાં મેળવી લે છે. અથીત રૂક્ષત્વ, સ્નિગ્ધત્વરૂપમાં બદલાઈ જાય છે, જ્યારે રૂક્ષત્વ અધિક હેય ત્યારે તે પણ પિતાનાથી ઓછા સ્નિગ્ધત્વને પિતાના સ્વરૂપ અર્થાત રક્ષત્વસ્વરૂપ બનાવી લે છે. [૩] હવે દ્રવ્યનું લક્ષણ કહે છે :
गुणपर्यायवद् द्रव्यम् । ३७ । દ્રવ્ય, ગુણપર્યાયવાળું છે.
દ્રવ્યને ઉલ્લેખ તે પહેલાં કેટલીયે વાર આવી ગયા છે તેથી એનું લક્ષણ અહીંયાં બતાવવામાં આવે છે.
જેમાં ગુણ અને પર્યાય હાય, તે દ્રશ્ય કહેવાય છે. પ્રત્યેક દ્રવ્ય પિતાના પરિણામી સ્વભાવના કારણથી સમયે સમયે નિમિત્ત પ્રમાણે ભિન્નભિન્ન રૂપમાં પરિણત રહે છે,