________________
અધ્યાય ૧- સૂત્ર ૩૩-૩૫ સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વથી બન્ધ થાય છે.
પૌલિક સ્કંધની ઉત્પત્તિ એના અવયવભૂત પરમાણુ આદિના પારસ્પરિક સંગમાત્રથી થતી નથી. એને માટે સંચાગ ઉપરાંત બીજું પણ કાંઈક અપેક્ષિત છે, એ બતાવવું એ આ સૂત્રને ઉદ્દેશ છે. અવયના પારસ્પરિક સંગ ઉપરાંત એમાં નિધત્વ – ચીકણપણુ, રૂક્ષ – લૂખાપણું એ ગુણ હવા પણ જરૂરી છે. જ્યારે નિગ્ધ અને રૂક્ષ અવયવ પરસ્પર મળે છે ત્યારે એમને બંધ એટલે કે એકત્વપરિણામ થાય છે. આ બંધથી દૂચણુક આદિ સ્કંધ બને છે.
સ્નિગ્ધ, રૂક્ષ અવયનો એષ બે પ્રકારે થઈ શકે છેઃ સદશ અને વિસદશ, સ્નિગ્ધને સ્નિગ્ધની સાથે અને રૂક્ષને રૂક્ષની સાથે શ્લેષ થવો એ સદણ કહેવાય છે. સ્નિગ્ધને રક્ષની સાથે સંગ થ એ વિસદશ એવું છે. [૨] હવે બંધના સામાન્ય વિધાનમાં અપવાદ બતાવે છે
न जघन्यगुणानाम् ।३३।। गुणसाम्ये सदृशानाम् ।३४।
द्वयधिकादिगुणानां तु |३५| જઘન્ય ગુણ – અંશ–વાળા સ્નિગ્ધ અને રૂક્ષ અવયને બંધ થતું નથી.
સમાન અંશ હોય તે સદશ અર્થાત્ સરખે સરખા સ્નિગ્ધ-સ્નિગ્ધ અવયને તથા સરખે સરખા રૂક્ષ-રૂક્ષ અવયવને બંધ થતો નથી.
બે અંશ અધિકવાળા આદિ અવયને તે બંધ થાય છે.