________________
૨૩૨
તત્ત્વાર્થ સૂત્ર
કારણે ગૌણ છે; પરંતુ કતૃત્વકાળની અપેક્ષાએ ભાતૃત્વકાળમાં આત્માની અવસ્થા બદલાઈ જાય છે. આવા કર્મ અને ફળના સમયને અવસ્થાભેદ બતાવવાને માટે જ્યારે પર્યાયદૃષ્ટિસિદ્ધ અનિત્યત્વનું પ્રતિપાદન કરવામા આવે છે, ત્યારે દ્રવ્યદૃષ્ટિસિદ્ધ નિત્યત્વ મુખ્ય હોતું નથી. આ રીતે વિવક્ષા અને અવિવક્ષાના કારણે ક્યારેક આત્મા નિત્ય અને ક્યારેક અનિત્ય કહેવાય છે. જ્યારે બન્ને ધર્માંની વિવક્ષા એકી સાથે થાય છે, ત્યારે બન્ને ધર્મીનુ યુગપત્ પ્રતિપાદન કરે એવા વાચક શબ્દ ન હેાવાથી આત્માને અવક્તવ્ય કહે છે. વિવક્ષા, અવિવક્ષા અને સહવિવક્ષાને લીધે ઉપરની ત્રણ વાક્યરચનાએના પારસ્પરિક વિવિધ મિશ્રણથી બીજી પણ ચાર વાયરચનાએ બને છે, જેમ કે નિત્યાનિત્ય, નિત્યઅવક્તવ્ય, અનિત્ય અવક્તવ્ય અને નિત્યઅનિત્ય અવક્તવ્ય. આ સાત વાયરચનાઓને સપ્તમની કહે છે. આમાં પહેલાં ત્રણ વાયો અને તેમાં પણ એ વાક્યો મૂળ છે. જેમ ભિન્ન ભિન્ન દષ્ટિએ સિદ્ધ નિત્યત્વ અને અનિત્યત્વને લઈને વિવક્ષાના કારણે કાઈ એક વસ્તુમાં સપ્તભંગી ઘટાવી શકાય છે; તેમ ખીજા પણ ભિન્નભિન્ન દૃષ્ટિએ સિદ્ધ કિંતુ પરસ્પર વિરુદ્ધ દેખાતા સત્ત્વઅસત્ત્વ, એકવ–અનેકત્વ, વાચ્યત્વ અવાચ્યત્વ આદિ ધર્મયુગ્માને લઈને સરભંગી ઘટાવવી જોઈએ. આથી એક જ વસ્તુ અનેકધર્માંત્મક અને અનેક પ્રકારના વ્યવહારના વિષય મનાય છે. [૩૧]
:
હવે પૌલિક ખંધના હેતુનું કથન કહે છે. વિનયસાસ્વાદુત્ત્વ: ||ફર |