________________
૨૩૧
અધ્યાય ૫-સૂત્ર ૩૧ અસત્યનું છે, તે જ પ્રમાણે નિત્ય-અનિત્યસ્વ ધર્મ પણ એમાં સિદ્ધ છે. દ્રવ્ય (સામાન્ય) દષ્ટિએ નિત્યત્વ અને પર્યાય (વિશેષ) દષ્ટિએ અનિત્યત્વ સિદ્ધ થાય છે. આ રીતે પરસ્પર વિરુદ્ધ દેખાતા, પરંતુ અપેક્ષાદથી સિદ્ધ એવા બીજા પણ એકત્વ, અનેકવ આદિ ધર્મને સમન્વય આત્મા આદિ બધી વસ્તુઓમાં અબાધિત છે. આથી બધાય પદાર્થો અનેકધર્માત્મક માનવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યા કહે છેઃ
તાજા સિમાં પ્રત્યેક વસ્તુ અનેક પ્રકારે વ્યવહાર્ય છે, કેમ કે અર્પણ અને અનણાથી અથત વિવક્ષાને લીધે પ્રધાન-અપ્રધાન ભાવે વ્યવહારની સિદ્ધિ-ઉપપત્તિ થાય છે.
અપેક્ષાભેદથી સિદ્ધ એવા અનેક ધર્મોમાંથી પણ ક્યારેક કઈ એક ધર્મ દ્વારા અને ક્યારેક એના વિરુદ્ધ બીજા ધર્મ દ્વારા વસ્તુને વ્યવહાર થાય છે, તે અપ્રામાણિક અથવા બાધિત નથી, કેમ કે વિદ્યમાન પણ બધા ધમી એકી સાથે વિવક્ષિત હેતા નથી. પ્રયોજન પ્રમાણે ક્યારેક એકની તે કયારેક બીજાની વિવક્ષા હોય છે. જ્યારે જેની વિવક્ષા ત્યારે તે પ્રધાન અને બીજા અપ્રધાન થાય છે. જે કર્મને કતી છે તે જ એના ફળને ભોક્તા થઈ શકે છે. આ કર્મ અને તજજન્ય ફળના સામાનાધિકરણ્યને બતાવવાને માટે આત્મામાં દિવ્યદૃષ્ટિએ સિદ્ધ એવા નિત્યવની અપેક્ષા કરાય છે. એ સમયે એનું પર્યાયદષ્ટિસિદ્ધ અનિત્યત્વ વિવક્ષિત ન હોવાને