________________
૨૨૮
તાવાર્થ સૂત્ર વસ્તુને માત્ર ક્ષણિક માને અર્થાત પ્રત્યેક વસ્તુને ક્ષણક્ષણમાં ઉત્પન્ન થનારી તથા નષ્ટ થનારી માને અને એને કઈ સ્થિર આધાર ન માને, તે પણ ઉત્પાદવ્યયશીલ અનિત્ય પરિણામમાં નિત્યત્વને સંભવ ન હોવાના કારણે ઉપરને વિરોધ આવે. પરંતુ જૈનદર્શન કઈ વસ્તુને કેવળ કુટસ્થ નિત્ય અથવા કેવળ પરિણમી માત્ર ન માનતાં પરિણમી નિત્ય માને છે. એથી બધાં તો પિતપોતાની જાતિમાં સ્થિર રહ્યાં છતાં પણ નિમિત્ત પ્રમાણે પરિવર્તન ઉત્પાદ-વ્યય પ્રાપ્ત કરે છે. એથી જ પ્રત્યેક વસ્તુમાં મૂળજાતિ (કાવ્ય) ની અપેક્ષાએ ધ્રૌવ્ય, અને પરિણામની અપેક્ષાએ ઉત્પાદ, વ્યય એ બને ઘટિત થવામાં કઈ વિરોધ આવતો નથી. જૈનદર્શનને પરિણામી નિત્યત્વવાદ સાંખ્યની માફક ફક્ત જડ પ્રકૃતિ સુધી જ નથી; કિંતુ ચેતનતત્વમાં પણ તે લાગુ પડે છે.
બધાં તોમાં વ્યાપક રૂપે પરિણામી નિત્યત્વવાદને સ્વીકાર કરવા માટે મુખ્ય સાધક પ્રમાણ અનુભવ છે. સૂક્ષ્મદષ્ટિથી જોતાં કઈ એવું તત્ત્વ અનુભવમાં નથી આવતું કે જે ફક્ત અપરિણામી હોય, અથવા માત્ર પરિણામરૂપ હેય. બાહ્ય આવ્યંતર બધી વસ્તુઓ પરિણમી નિત્ય માલૂમ પડે છે. જો બધી વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તો પ્રત્યેક ક્ષણમાં નવી નવી વસ્તુ ઉત્પન્ન થવા તથા નષ્ટ થવાને લીધે તેમ જ એને કઈ
સ્થાયી આધાર ન હોવાને લીધે એ ક્ષણિપરિણામપરંપરામાં સજાતીયતાને અનુભવ કયારે પણ ન થાય. અર્થાત પહેલાં કઈ વાર જોયેલી વસ્તુને ફરીથી જોતાં જે “આ તે જ વસ્તુ છે” એવુ પ્રત્યભિજ્ઞાન થાય છે, તે કોઈ પણ રીતે ન થાય. કેમ કે