________________
અધ્યાય ૫-સૂત્ર ૩૦
२२७ દષ્ટિ જવાથી અને બીજી બાજુએ ન જવાથી વસ્તુ ફક્ત સ્થિરરૂપ અથવા ફક્ત અસ્થિરરૂપ માલૂમ પડે છે, પરંતુ બંને અંશેની બાજુએ દષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂ૫ માલુમ પડે છે. એથી બંને દૃષ્ટિએને અનુસારે જ આ સૂત્રમાં સત – વસ્તુ - નું સ્વરૂપ પ્રતિપાદિત કર્યું છે. [૨૯]
હવે વિરોધને પરિહાર કરી પરિણમી નિત્યત્વનું સ્વરૂપ દર્શાવે છે:
तभावाव्ययं नित्यम् ।३०।
જે એના ભાવથી (પિતાની જાતિથી) ચુત ન થાય તે નિત્ય છે.
પાછલા સૂત્રમાં કહ્યું છે કે, વસ્તુ ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે, અર્થાત સ્થિરાસ્થિર ઉભયરૂપ છે, પરંતુ અહીંયાં પ્રશ્ન થાય છે કે આ કેવી રીતે ઘટી શકશે? જે સ્થિર છે તે અસ્થિર કેવી રીતે? અને જે અસ્થિર છે તે સ્થિર કેવી રીતે એક જ વસ્તુમાં સ્થિરત્વ, અસ્થિરત્વ બને અંશ શીતઉષ્ણુની માફક પરસ્પર વિરુદ્ધ હોવાથી એક જ સમયમાં ઘટી ન શકે. એથી સતની ઉત્પાદ– વ્યય-ધ્રૌવ્યાત્મક એવી વ્યાખ્યા શું વિરુદ્ધ નથી? એ વિરોધને પરિહાર કરવા માટે જૈનદર્શનસમત નિત્યત્વનું સ્વરૂપ બતાવવું એ જ આ સૂત્રને ઉદ્દેશ છે
જે બીજા કેટલાંક દર્શનની માફક જૈનદર્શન વસ્તુનું સ્વરૂપ એવું માને કે કોઈ પણ પ્રકારથી પરિવર્તન પ્રાપ્ત કર્યા વિના જ સદા એક રૂપમાં વસ્તુ સ્થિર રહે,” તે એ ફૂટસ્થ નિત્યમાં અનિયત્વને સંભવ ન હોવાને લીધે એક જ વસ્તુમાં સ્થિરત્વ, અસ્થિરત્વને વિરોધ આવે, એ રીતે જે જૈનદર્શન