________________
૨૨૦
તરવાર્થસૂત્ર સ્પર્શ આદિ તથા શબ્દ આદિ ઉપર્યુક્ત બધા પર્યાય પુલનું જ કાર્ય હેવાથી પૌલિકપર્યાય મનાય છે.
તેવીસમા અને ચાવીસમા સૂત્રને જુદાં કરીને એ સૂચિત કર્યું છે કે, સ્પર્શ આદિ પર્યાય પરમાણુ અને સ્કંધ બંનેમાં હોય છે, પરંતુ શબ્દ, બધ આદિ પયીય ફક્ત સ્કંધમાં હોય છે. જો કે સૂક્ષ્મત્વ પરમાણુ અને કંધ બંનેને પર્યાય છે, છતાં પણ એનું પરિગણુન સ્પશદિની સાથે ન કરતાં શબ્દાદિની સાથે કર્યું છે, તે પ્રતિપક્ષી સ્થૂલત્વ પર્યાયની સાથે એના કથનનું ઔચિત્ય સમજીને. [૨૩ – ૨૪]. હવે પુલના મુખ્ય પ્રકાર કહે છે: સળવા પાત્ર છે રજા પુદ્ગલ પરમાણુરૂપ અને સ્કંધરૂપ છે.
વ્યકિતરૂપે પુત્રલ દ્રવ્ય અનંત છે અને એની વિવિધતા પણુ અપરિમિત છે. તથાપિ આગળનાં બે સૂત્રમાં પૌલિક પરિણામની ઉત્પત્તિનાં ભિન્ન ભિન્ન કારણ બતાવવાને માટે અહીંયાં તદુપયોગી પરમાણુ અને કપ બંને પ્રકાર સક્ષેપમાં બતાવ્યા છે. સંપૂર્ણ પુકલરાશિ આ બે પ્રકારમાં સમાઈ જાય છે.
જે પુલવ્ય કારણરૂપ છે, અને કાર્યરૂપ નથી, તે અંત્ય દ્રવ્ય કહેવાય છે. એવું દ્રવ્ય પરમાણુ છે, તે નિત્ય છે, સૂક્ષ્મ છે અને કઈ પણ એક રસ, એક ગધ, એક વર્ણ અને બે સ્પર્શથી યુક્ત છે. એવા પરમાણુ દ્રવ્યનું જ્ઞાન ઈદિયોથી તે થઈ જ શકતું નથી. એનું જ્ઞાન આગમ અથવા અનુમાનથી સાધ્ય છે. પરમાણુનું અનુમાન કાર્યક્ષેતુથી માનવામાં આવે